મોરબીના કિન્નરોએ અન્ય શહેરના કિન્નરોના ત્રાસની પોલીસને લેખિતમાં ફરિયાદ કરી છે. ફરિયાદ આ અન્ય શહેરના કિન્નરો શારીરિક માનસિક ત્રાસ આપતા હોય તેમજ સામેવાળા કિન્નરોના ત્રાસને કારણે અહીંના કિન્નરો મોરબીમાં પ્રવેશી શકતા ન હોવાની પોલીસને અરજી કરતાં કિન્નનરોમાં પણ વાડાબંધી, જાતિવાદી માનસિકતા હોવાનું સામે આવ્યું છે.
મોરબીની નાની બજારમાં રહેતા કિન્નરોએ રાજકોટ,ગોંડલ, જામનગર, પડધરી તેમજ મોટાભાગના રાજકોટ નિવાસી વ્યઢળો વિરોધ મોરબી એ ડિવિઝનમાં ફરિયાદ કરી હતી કે, આ સામાવાળા કિન્નરો અમને ઘણા સમયથી હેરાન કરે છે અને મોરબીના કિન્નરોને ખોટી રીતે ધાક ધમકી આપે છે. બીજા શહેરોના કિન્નરો માથાભારે હોય યેનકેન પ્રકારે તેમને ડરાવે ધમકાવે છે. જેથી આ ફરિયાદી મોરબીના હોવા છતાં મોરબીમાં આવી શકતા નથી.ખાસ કરીને રાજકોટના કિન્નર સમાજ ભારે માથાભારે હોય તેમના વિરુદ્ધ ગુન્હા પણ રાજકોટમાં નોંધાયેલા છે. આ રાજકોટના કિન્નરો કહે છે તમે જ્યાં પણ ગુજરાતમા જશો ત્યાં હુમલાઓ કરીશું તેવી ધમકી આપે છે. આ ફરિયાદી સામાન્ય ગરીબ વર્ગ તેમજ પછાત વર્ગના હોવાથી તેમની જાતિ પ્રત્યે અપમાનિત પણ કરે છે અને અરજદારોને ખોટા કેસમા ફિટ કરવાની ધમકી આપે છે. તેમજ તેઓને કિન્નર સમાજને છોડી જવાની ધમકી આપે છે. આથી અરજદારોનું જીવવું મુશ્કેલ થીઇ ગયું હોય પોલીસ યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.

