લગ્નેતર સંબંધનો હમેશા અંત નબળો જ હોય છે આવા સંબંધ એક સાથે કેટલાય લોકોના જીવતર ઝેર કરી દેતા હોય છે કેટલાક કિસ્સામાં તો યુવકો હનીટ્રેપનો શિકાર બની જતા હોય છે બાદમાં આબરૂ બચાવવા એન કેન રીતે રૂપિયા ભેગા કરી આવા તત્વોને આપતા હોય છે તેમ છતાં જયારે લાલચુ લોકોના પેટ નથી ભરાતા અંતે ધાક ધમકીઓ મળતા આપઘાત સુધીનો કિસ્સો બની જતો હોય છે આવી જ એક હની ટ્રેપની ઘટના મોરબીમાં બની છે
મળતી માહિતી મુજબ મોરબીના લજાઈ ગામનો વતની અને ટુર એન્ડ ટ્રાવેલ્સનું ધ્રુવ નટવરલાલ મકવાણા નામના પરણિત યુવક પોતાની જવાબદારી ભૂલી મિઝોરમની મારિયા નામની યુવતીના પ્રેમજાળમાં ફસાયો હતો જે બાદ યુવક મોરબીના લાલપર ગામ નજીક આવેલા સિરામિક સીટીમાં યુવતી સાથે રહેવા જતો રહ્યો હતો દરમિયાન ગત તા 10 ના રોજ યુવકે સિરામિક સીટીમાં જે મકાનમાં રહેતો હતો ત્યાં ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો જે અંગેની ગઈ કાલે મૃતકના ભાઈ મુકુંદભાઈ મકવાણાને જાણ થતા તેઓ પ્રથમ બી ડીવીઝન પોલીસે ગયા હતા બાદ તેઓ ઘટના સ્થળે પહોચતા ધ્રુવ ફાંસો ખાધેલ હાલતમાં હોવાથી મૃતકને હોસ્પિટલ લાવ્યા હતા સ્થળ પરથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી જેમાં મારિયાએ મૃતક ધ્રુવની જિંદગી બગાડી નાખી હતી તેમજ તે અમદાવાદ એરપોર્ટ હતો ત્યારે તેનું બળજબરીથી અપહરણ કરી એક કાફેમાં લઇ ગયા હતા જ્યાં મારિયાએ તેને બળજબરીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી અને તેની સાથે થલતેજ પોલીસ મથકના જમાદાર લાલજી ભરવાડ પણ હતા જેણે તેની પાસેથી રૂપિયા અને મોબાઈલ પડાવી લીધા હતા આ ઉપરાંત આરોપીઓએ વધુ રૂપિયાની માગ કરતા તેની કાર માત્ર 80 હજાર જેટલી સામાન્ય રૂપિયામાં કોયલીના વિશાલ બોરીચા નામના શખ્સ પાસે મુકવા મજબુર કર્યો હતો અવાર નવાર ધમકીથી કંટાળી યુવકે પગલું ભર્યું હતું
બનાવ બાદ મૃતકના મોટાભાઈ મુકુંદભાઈ મકવાણાએ મારિયા લાલજી ભરવાડ અને વિશાલ આહીર સામે બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી પોલીસે આરોપી વિરુદ્ધ બી એન એસ કલમ ૧૦૮ ૩૫૧ (૧) ૫૪ તેમજ એટ્રોસિટી એકટની કલમ ૩(૧) આર ૩ (૨) ૫ મુજબ ગુન્હો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

