HomeGujaratભડિયાદગામના વોકળા નજીક અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો

ભડિયાદગામના વોકળા નજીક અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના ભડિયાદ ગામ નજીક તા. ૨૪/૦૬/૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૩૦ વાગ્યા આસપાસ એક અજાણ્યા પુરૂષની લાશ મળી આવી હતી. આ વ્યક્તિ, જેની ઉંમર આશરે ૩૫ થી ૪૦ વર્ષની હોવાનું જણાય છે. ભડીયાદ ગામની સીમ મિલેનિયા સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરની કોલોની પાછળ આવેલા ઊંડા વોકળાના પાણીમાંથી લાશ કોહવાયેલી તરતી મળી આવી હતી આ લાશનું પોસ્ટમોર્ટમ રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું છે.

આશરે ૩૫ થી ૪૦ વર્ષની હોય એવી આ વ્યક્તિની લાશના ગળાના ભાગે કાળો દોરો પહેરેલો છે અને જમણા કાનની બુટ્ટીમાં પીળી ધાતુની કડી પહેરેલી છે. આ વ્યક્તિએ કાળી સફેદ કલરનો ચેક્સ ડિઝાઇન વાળો શર્ટ તથા કમરે કાળુ નાઈટ ટ્રેક પહેરેલું છે. આ લાશનું પોસ્ટમોર્ટમ કરીને ઓળખ માટે મોરબી સરકારી હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી છે.

આ વ્યક્તિને કોઈ જાણતું હોય અથવા અન્ય કોઈ માહિતી હોય તો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. એસ.વી. સોલંકીના મોબાઈલ નંબર ૭૯૯૦૨૪૮૪૮૨ પર સંપર્ક કરવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW