HomeGujaratમોરબી જલારામ મંદિર ખાતે કોટેચા પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી કેમ્પમાં...

મોરબી જલારામ મંદિર ખાતે કોટેચા પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી કેમ્પમાં ૧૫૪ દર્દીઓએ લાભ લીધો

સમગ્ર ગુજરાત ની નંબર-1 આંખ ની હોસ્પીટલ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ,જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની 4 તારીખે શહેર ના જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત તા.4-6-2024 મંગળવાર ના રોજ સવારે 9 થી 1 કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો. જેમા 154 દર્દીઓએ કેમ્પ નો લાભ લીધો હતો તે ઉપરાંત 48 લોકો ના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવા માં આવ્યા હતા.રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડો.બળવંતભાઈ,ડો. અલ્કેશભાઈ ખેરડીયા, ડો.કાનજીભાઈ, ડો.સુદામા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખ ના દર્દી ઓ ની તપાસ કરવામાં આવી હતી. તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર નુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે  વિનામુલ્યે ઓપરેશન કરવા મા આવ્યુ હતુ. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવા મા આવી રહી છે.

પ્રવર્તમાન માસ નો કેમ્પ સ્વ.છબીલદાસ કરમશીભાઈ કોટેચા પરિવાર ના સહયોગથી યોજવા મા આવેલ હતો. મોરબી જલારામ મંદિર ખાતે ગત 32 માસ દરમિયાન યોજાયેલ નેત્રમણી કેમ્પ મા કુલ 10115 લોકોએ  લાભ લીધેલ છે તેમજ કુલ 4576 લોકો ના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવા મા આવેલ છે ત્યારે પ્રવર્તમાન માસે યોજાયેલ કેમ્પ મા કુલ 154 લોકોએ લાભ લીધો હતો તેમજ 48 લોકો ના વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન કરવા માં આવ્યા હતા.

કેમ્પ ને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી,અનિલભાઈ સોમૈયા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ,અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ, જયંતભાઈ રાઘુરા,રમણીકલાલ ચંડીભમર,નીરવભાઈ હાલાણી, પારસભાઈ ચગ,સંજય હીરાણી, કૌશલભાઈ જાની, હીતેશ જાની,મુકુંદભાઈ મીરાણી, કીશોરભાઈ ઘેલાણી, દીનેશભાઈ સોલંકી  તથા જલારામ સેવા મંડળ,જલારામ મંદિર મહીલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના આગેવાનો એ જહેમત ઉઠાવી હતી. દર મહીના ની 4 તારીખે આ કેમ્પ યોજવામાં આવ્યો હતો. કેમ્પ નો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યતા નથી. કેમ્પ મા તપાસ માટે દર્દી નુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી-9825082468, નિર્મિતભાઈ કક્કડ-9998880588, હરીશભાઈ રાજા-9879218415, અનિલભાઈ સોમૈયા-8511060066 પર સંપર્ક કરવા સંસ્થાએ યાદી મા જણાવ્યુ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW