HomeGujaratમોરબીના નિર્માણધીન સ્વામિનારાયણ મંદિર નદીની હદમાં હોવાની રાવ,કલેકટર આપ્યો તપાસનો આદેશ

મોરબીના નિર્માણધીન સ્વામિનારાયણ મંદિર નદીની હદમાં હોવાની રાવ,કલેકટર આપ્યો તપાસનો આદેશ

મોરબીના સામા કાંઠા વિસ્તારમાં મચ્છુ નદીના કિનારે ઝુલતા પૂલ દુર્ઘટના ઘટના બન્યા તે જગ્યા ની અડીને નિર્માણ પામી રહેલા
સ્વામીનારાયણ મંદિર અને અન્ય બાંધકામને લઇ ફરિયાદ પણ ઉઠી છે મોરબીના નાગીરિક દ્વારા જિલ્લા કલેકટરને પત્ર લખ્યો હતો જેમાં તેઓએ રજૂઆત કરી હતી કે જેમાં તેઓએ રજૂઆત કરી હતી કે સ્વામિનારાયણ સંસ્થા દ્વારા મચ્છુ નદીમાં બાંધકામ થઇ રહ્યું છે તેમાં તેઓ દ્વારા નદીની હદ સુધી બાંધકામ વધારી દઈ નદીની પહોળાઈ ઘટાડવામાં આવી છે અને તેના કારણે ભવિષ્યમાં જયારે મચ્છુ 2 ડેમમાંથી પાણી છોડવામાં આવે તો મોટી ખાના ખરાબી સર્જાઈ શકે છે આ ફરિયાદના આધારે જિલ્લા કલેકટર કિરણ ઝવેરી દ્વારા ગંભીરતા લઇ તાત્કાલિક અસરથી સિંચાઈ વિભાગ સ્ટેટને આદેશ કરવામાં આવ્યો છે જે જગ્યાની ફરિયાદ છે તેવા સ્થળે થઇ રહેલા બાંધકામ નોટીફાઈડ એરિયામાં છે કે કેમ તેમજ આ બાંધકામના કારણે નદીના પ્રવાહમાં કે પુર ની સ્થિતિમાં દુર્ઘટના સર્જાવવાની શક્યતા રહે છે કેમ તે આ ઉપરાંત નદીમાં ભૂતકાળમાં પાણી છોડવામાં આવ્યું ત્યાર નું લેવલ સહીત રીપોર્ટ સહિતનો આહેવાલ ૫ દિવસમાં રજુ કરવા આદેશ કરવામાં આવ્યો છે આ ઉપરાંત મોરબી પ્રાંત અધિકારી મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર ડી આઈ એલ આર સહિતના વિભાગને પણ પત્ર લખી જે સ્થળે બાંધકામ થઇ રહ્યું છે તે જગ્યા સબંધિત સંસ્થા પાસે હદ અને કબ્જા અંગેના આધાર ભૂત પુરાવા અને મેળવી તેનો રીપોર્ટ પણ 5 દિવસમાં આપવા સુચના આપવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW