(1)મોરબીના પૂનમ કેસેટ પાસે ટ્રાફિક નિયમનો ભંગ કરતા બે શખ્સો ઝડપાયા
મોરબીના પૂનમ કેસેટ પાસે સોહીલભાઈ અનવરભાઈ કડીયા એ તેની જીજે-36-યુ-3028 નંબરની સીઅનેજી રિક્ષા જાહેર માર્ગ પર અન્ય વાહન ચાલકોને મુશ્કેલી સર્જાય તે રીતે તેની રિક્ષા રાખી મુકતા મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે તે શખ્સ વિરુદ્ધ ટ્રાફિક નિયમના ભંગ કરવા મામલે ગુનો નોધી તેની પાસેથી દંડ વસુલવામાં આવ્યો હતો.
આ ઉપરાંત તે સ્થળ પાસેથી બિલાલ બસીરભાઇ ખલીફા નામના શખ્સે તેની જીજે-36-યુ-8540 નંબરની સીએનજી રિક્ષા અન્ય વાહનચાલકોને સમસ્યા પડે તે રીતે જાહેર માર્ગ પર રાખી મુકતા મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે તે બિલાલ નામના શખ્સ સામે ટ્રાફિક નિયમનો ભંગ કરવા અંગે પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
(2)મોરબીના ટીંબડીના પાટિયા પાસે બાઈક ચોરી કરી શખ્સ નાસી ગયો
મોરબીના ટીંબડી ના પાટિયા પાસે રહેતા ચેતનભાઈ ભગવાનજીભાઈ ટાંક એ પાટીદાર ટાઉનશીપ, પાર્કિગમાં તેનું જીજે-23-એઈ-3184 નંબર નું સ્પ્લેન્ડર બાઈક પાર્ક કર્યું હતું.થોડા સમય બાદ કોઈ અજાણ્યો શખ્સ તે બાઈક ચોરી ગયો હતો.ચેતનભાઈ એ પાર્કિંગમાં તેનું બાઈક ન મળતા આસપાસના વિસ્તારમાં શોધખોળ કરતા બાઈક ન મળતા તેને મોરબી તાલુકા પોલીસ મથકમાં ચેતનભાઇ ભગવાનજીભાઇ ટાંક એ તેના બાઈક ચોરી અંગે ફરિયાદ નોધાવી હતી.
(3)મોરબીના અયોધ્યાપુરી રોડ પાસે સ્કુટરની ડેકીમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
મોરબીના અયોધ્યાપુરી રોડ આસ્વાદ પાન પાસે રફીકભાઈ નુરમામદભાઈ જામ ના જીજે-36-એએચ-0015 નંબરના સ્કુટર ની ડેકી માંથી પોલીસ દ્વારા તપાસ કરતા તેની ડેકીમાંથી વિદેશી દારૂનો કુલ રૂ.300 નો મુદામાલ મળ્યો હતો,જે મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો.મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે તે શખ્સ વિરુદ્ધ દારૂ વહેચવા અંગે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
(4)મોરબીના માળીયા વનાળીયા સોસાયટીમાંથી રહેણાંક મકાનમાં દારૂ સાથે મહિલા પકડાઈ
મોરબીના સો ઓરડી માળીયા વનાળીયા સોસાયટીમાં સોનલબેનના રહેણાંક મકાનમાંથી દારૂ નો જથ્થો મળી આવ્યો હતો.જે બાદ મહિલા ને પોલીસે પકડી લીધી હતી.તેની પાસેથી દેશી દારૂ ના કુલ રૂ.1000 નો જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો.તે મહિલા સામે મોરબી સીટી બે-ડીવીઝન પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
(5)મોરબીના જોધપર ગામ પાસે યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
મોરબીના જોધપરમાં રહેતા માધવજીભાઇ વનજીભાઈ દંતેસરીયા એ તેના ઘરે જ કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ લીધો હતો.તેને પીએમ અર્થે સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કર્યો હતો.ડો. જે. એલ. કાલરીયા એ આ બનાવની જાણ મોરબી તાલુકા પોલીસને કરી હતી,પોલીસે આ મામલાની વધુ તપાસ હાથ ધરી છે.
(6)મોરબીના માંડલ ગામ પાસે પાણી કેનાલમાં પડી જતા યુવકનું મોત નીપજ્યું
મોરબીના એન્ટીક કંપની સ્ટાફ ક્વાર્ટરમાં ધર્મેન્દ્રભાઇ રહેતા હતા.ગઈકાલે રાત્રીના સાડા નવેક વાગ્યા વખતે માંડલ ગામ પાસે આવેલ પાણીની કેનાલમા ધર્મેન્દ્રભાઇ રામશી યાદવ પડી ગયા હતા.ત્યાં આસપાસના લોકો એ તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા.જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કર્યા હતા.ડો. એચ.એમ.કૈલા એ આ બનાવ ની જાણ મોરબી તાલુકા પોલીસને કરી હતી.
(7)વાંકાનેરના અમસર ફાટક પાસે ઓનલાઈન એપ્લીકેશનમા સટ્ટો રમતા ત્રણ શખ્સો ઝડપાયા
વાંકાનેર અમરસર ફાટક પાસે પોલીસે બાતમીના આધારે રેડ મારી ગાર્ડન રેસ્ટોરન્ટ ની બાજુના પટ્ટમા જાહેરમાં જુગાર રમતા અંકીતભાઈ શાંતીલાલ નંદાસીયા,ઉમંગભાઈ રામુભાઈ ધરોડીયા અને ચીરાગભાઈ ઉર્ફે ચીરકુટ વામજા ને પોલીસે પકડી પાડ્યા હતા.તે ત્રણ શખ્સો ‘‘RADHE EXCHANGE’’ નામની એપ્લીકેશનમા અલગ-અલગ આઈ.ડી પાસવર્ડ મેળવી TATA IPL માં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ ટીમો વચ્ચે ચાલતી ક્રિકેટ મેચ ઉ૫ર આઇ.ડી.માં ઓનલાઇન સોદાઓ કરી મેચમાં રન ફેરના તથા મેચની હારજીતના સોદાઓ કરી પૈસાની હારજીતનો જુગાર રમતા હતા.તે બે શખ્સો પાસેથી કુલ રૂ.53,100 નો મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો.અને એક શખ્સની ઘટના સ્થળે હાજરી મળી ન હતી.આ ત્રણ શખ્સો વિરુદ્ધ જુગાર રમવા અંગે વાંકાનેર સીટી પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
(8)વાંકાનેરના જીનપરા પાસે એક શખ્સ કારમાંથી મોબાઈલ ચોરી કરી નાસી ગયો
વાંકાનેરના જીનપરા હાઇવે પાસે ઉત્કર્ષભાઇ આશીષભાઇ ત્રીવેદી એ તેની મારુતિ કાર રાજવીર મોબાઈલ પાસે રાખેલ હતી.તે સમયે તેની કારમાં TECNO POP8 મોબાઇલ હતો જે કોઈ અજાણ્યો શખ્સ આવી કાર નો દરવાજો ખોલી તે મોબાઈલ ચોરી લઇ ગયો હતો.આ બનાવની ઉત્કર્ષભાઇ આશીષભાઇ ત્રીવેદી એ જાણ થતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં મોબાઈલ ચોરી અંગે ફરિયાદ નોધાવી હતી.પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી હતી.

