મોરબી શહેરના ગ્રીન ચોક વિસ્તારમાં આવેલ પારેખ શેરીના એક બંધ મકાનમાં રવિવારે મોડી રાતે અચાનક આગ ભભૂકી ઉઠી હતી ઘટના ને પગલે મોરબી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી હતી જોકે ગ્રીન ચોક પાસે ની આ સાંકડી શેરીમાં આગની ઘટના બનતા ફાયર વિભાગની ટીમને સ્થળ પર પહોચી ન શકતા સ્થાનિક લોકોએ આગ ઓલવવા પ્રયાસ કર્યો હતો પહોચવામાં હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ફાયર વિભાગે ખાસ તેનું યોદ્ધા નામનું વાહન મેદાનમાં ઉતાર્યું હતું. આ વાહન પણ ઘર સુધી પહોંચી શક્યું ન હતું. જો કે બાદમાં આજુબાજુના લોકોની મદદથી નળી લંબાવી ફાયર વિભાગની ટીમે મહામહેનતે આ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
હાલ આ ઘર લાંબા સમયથી બંધ હતું અને તેના માલિક રાજકોટ રહેતા હોય આ બંધ મકાનમાં કોઈ અજાણ્યા લોકો દ્વારા કચરો સળગાવ્યો હોવાના કારણે આ આગ લાગી હોવાની શકયતા છે. તો બીજી તરફ આગ લાગી તે મકાનની પાડોશમાં ગાયો બાંધેલી હોય, ગાયોને છૂટી મૂકી દેવામાં આવી હતી.

