HomeGujaratમોરબીમાં સંસ્કૃત ભારતી સંસ્થા દ્વારા આજે જનપદ સંમેલનનું કર્યું આયોજન

મોરબીમાં સંસ્કૃત ભારતી સંસ્થા દ્વારા આજે જનપદ સંમેલનનું કર્યું આયોજન

સંસ્કૃત ભારતી મોરબી જનપદ અને  સરસ્વતી શિશુમંદિર મોરબીના સંયુકત ઉપક્રમે તેમજ વિવિધ સંસ્થાના સહયોગથી સંસ્કૃત ભારતી મોરબીનું ત્રીજું જનપદ સંમેલનનું શનાળા ગામ નજીક રાજકોટ હાઇવે પર આવેલા સરસ્વતી શીશું વિદ્યા મંદિર ખાતે આયોજન કરાયું છે. આ સંમેલનમાં તા .31 ના રોજ બપોરે 3:30.થી 5:00 દરમિયાન સંસ્કૃત માટે ચિંતન (જનપદ ગોષ્ઠી) રહેશે .જેમાંસંસ્કૃત પ્રાધ્યાપકો – શિક્ષકો, કોલેજ-શાળા સંચાલકો, તેમજ સંસ્કૃત અનુરાગીઓ જોડાશે બાદમાં સાંજે : ૫:૩૦ થી ૭:૩૦ સંસ્કૃત સાંસ્કૃતિક કાર્યક્રમ રહેશે.આ ઉપરાંત અન્ય ખાસ આકર્ષણો જોઈએ તો (1.દિવ્યભાષા સંસ્કૃતને જાણવા અને માણવાનો અવસર (2.દેવભાષા એવી સંસ્કૃત ભાષામાં વિવિધ કાર્યક્રમોની પ્રસ્તુતિ નિહાળવાનો ઉત્સવ (3.શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટી, વેરાવળનો વિશેષ પરિચય (4.સંસ્કૃતની પ્રદર્શનીઓથી પરિપૂર્ણ પ્રસંગ (5.સાંસ્કૃતિક કાર્યક્રમથી રસપૂર્ણ સંમેલન

 (6.ગરબાને સંસ્કૃતમાં અનુભવવાનો અવસર (7.સંસ્કૃત ભાષામાં નાટક તેમજ સંસ્કૃતમાં સંવાદ (8.સંસ્કૃત અને સંસ્કૃતિના ગૌરવને વાચા આપતાં બૌધ્ધિક સત્રનો આસ્વાદ (9.સંસ્કૃત અંતાક્ષરી જેવી વિવિધ કૃતિઓ પણ જોવા મળશે  તેમ સંસ્કૃત ભારતી-મોરબી જનપદ વતી કિશોરભાઈ શુકલ(જનપદ સંયોજક) ,  હિરેનભાઈ રાવલ(જનપદ સહ સંયોજક) તેમજ મયુરભાઈ શુકલ (પ્રાંતગણ સદસ્ય) દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW