HomeGujaratઆમરણથી ઝીંઝુડાને જોડતો 12 કિમીના મેઈન રોડ દયનીય હાલતમાં ચાલીને જીવન જરૂરિયાની...

આમરણથી ઝીંઝુડાને જોડતો 12 કિમીના મેઈન રોડ દયનીય હાલતમાં ચાલીને જીવન જરૂરિયાની ચીજવસ્તુઓ લેવા જવા ગ્રામજનો મજબુર

મોરબી તાલુકાના સૌથી વધુ અંતરિયાળ ગણાતા અને મોરબી જિલ્લો બન્યા બાદ જામનગરથી અલગ થઈ મોરબી તાલુકામા ભળેલા આમરણ ચોવીસી પૈકીના એક ઝીઝુંડા ગામમાં અમુક અપવાદોને બાદ કરતાં મોટાભાગની સુવિધાઓની ખામી છે અને સૌથી મહત્વની સિંચાઈ સુવિધાઓ મોખરે ગણાય છે. કારણ કે વરસાદ આધારિત ખેતીને કારણે ખેડૂતો જ પાયમાલ થઈ જાય છે.

ઝીઝુંડા ગામના સરપંચ પરિવારના અગ્રણી સમસુદીનભાઈ કહે છે કે, તેમનું ગામ અંદાજીત 400 વર્ષ જૂનું અને 1600ની આસપાસ વસ્તી વચ્ચે વર્ષોથી કોઠાવાળા પીરની દરગાહ અને સામે હિન્દૂની પણ પવિત્ર જગ્યા હોય વર્ષો પહેલા અહીં દરિયો નજીક હોવાથી બંદરનું કામ કરાતું હોય પહેલા ઝીઝુડા બદર બાદમાં ઝીંઝુડા પીર ગામ તરીકે ઓળખવા લાગ્યું, જો કે બંદર નજીક હોય આ ગામના મોટાભાગના યુવાનો માછીમારી તેમજ બોટ અને શિપ ઉપર, તેમજ શિપ કન્ટેનરને પાર્ક કરવા માટે ક્રેઇનથી માલ સામાનની હેરફેર કરવી, સ્ટીમર ડ્રાઈવર સહિતની મજૂરી કરે છે. અમુક વર્ગ હજુ ખેતી સાંથે સંકળાયેલા છે. એટલે આ ગામનું માત્ર 5 જ ટકા શહેરીકરણ થયું છે. તેથી શિક્ષણ, બાળ મંદિર, સારા રોડ રસ્તા, લાઈટ, ભૂગર્ભ ગટર સહિતની 100 ટકા વ્યવસ્થા હોવા છતાં ગામના યુવાનોમાં હજુ શિક્ષણ પ્રત્યે જાગૃતિ ન આવી હોય પણ અત્યારના બધા બાળકો સારી રીતે ભણે છે. હમણાંથી બે પ્રશ્ન ગ્રામજનો માટે ગંભીર છે અને એક પ્રશ્ન તો ગ્રામજનોને યમરાજના દ્રાર ખોલી આપે ભયાનક છે.જેમાં આમરણથી ઝીંઝુડાને જોડતો 12 કિમીના મેઈન રોડના ટેન્ડરમા વાંધો થવાથી ખરાબ રોડ ઉપર ચાલીને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા જવા ગ્રામજનો મજબુર બનવું પડે છે. આ રોડ ગમે ત્યારે તૂટી પડે એમ છે.વખતોવખત ની રજુઆત છતાં સરકાર કે તંત્રએ ધ્યાન ન આપતા હવે ચોમાસામાં આ રોડ મોટી મુશ્કેલી નોતરશે.બીજું કે, વર્ષોથી બોડકી યોજના હેઠળ અમારા ગામ સુધી કેનાલનું પાણી પહોંચાડવાનું કામ ચાલુ થયું હોય પણ ગ્રાન્ટ કે ટેન્ડરમાં કોઈ વાંધા વચકા થવાથી આ ગામની ખેતી સૂકી રહી ગઈ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW