નાના બાળકો અને યુવાનો ના પ્રિય તહેવાર એવા મકર સંક્રાંતિ પર્વની લોકોએ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી લોકો સવારથી પતંગના પેચ લડાવવા સવારથી ઘરની છત પર ચઢી ગયા હતા આંખો દિવસ પતંગ ચગવાની મજા મમાણી હતી જોકે પતંગની મજા અબોલ પક્ષીઓ માટે જાણે સજા બની ગઈ હોય તેમ અલગ અલગ સ્થળે દોરીથી મોટા પાયે પક્ષીઓ ઘાયલ થયા હતા
મોરબી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર મળી માત્ર ઉતરાયણના કે દિવસે 117 પક્ષીઓની પાંખો કપાવાની ઘટના બની હતી આ ઉપરાંત છ માણસોને પણ પતંગના દોરાએ ઘાયલ કર્યા હોવાનું સામે આવ્યું છે, જોકે દર વર્ષની જેમ આ વર્ષે પણ કરુણા અભિયાન અંતર્ગત અબોલ જીવને બચાવવા મોરબી વનવિભાગ અને કર્તવ્ય જીવદયા કેન્દ્ર મેદાને આવ્યું હોય 117 પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી જેમાંથી 110 જેટલા પક્ષીઓને બચાવવમાં સફળતા મળી હતી જોકે 7 પક્ષીઓની સારવાર કારગત નીવડતા મોતને ભેટ્યા હતા
ઉત્તરાયણ પર્વ પૂર્વે અબોલજીવોની કાળજી માટે સવારે તેમજ સાંજના સંધ્યાકાળે લોકોને પતંગ નહિ ચગાવવા અનેક અપીલ કરવામાં આવી હોવા છતાં મોરબી શહેર જિલ્લામાં ગઈકાલે કાતિલ દોરા અને પતંગને ઝપટે ચડી જતા 117 જેટલા આકાશે ઉડતા પંખીઓની પાંખો કપાઈ હતી. મોરબી ખાતે રાઉન્ડ ધ કલોક પક્ષી બચાવવા કાર્યરત કર્તવ્ય જીવદયા કેન્દ્રના વિશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઉત્તરાયણ પર્વ દરમિયાન ગઈકાલે કર્તવ્ય જીવદયા કેન્દ્રના વિવિધ સ્ટોલમા 2 હોલા અને 113 જેટલા પારેવા એટલે કે, કબૂતર પતંગની કાતિલ દોરીની ઝપટે ચડી જતા ઘાયલ અવસ્થામાં કેન્દ્ર ખાતે સારવારમાં લાવવામાં આવ્યા હતા જે પૈકી 7 પક્ષીઓના મૃત્યુ નિપજ્યા હતા. મકરસંક્રાંતિએ ગઈકાલે એક જ દિવસમાં મોરબીના છ લોકો પતંગના ઘાતક દોરાની ઝપટે ચડી જતા સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જે પૈકી પાંચ લોકોને સારવાર આપી રજા આપવામાં આવી હતી જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે દાખલ કરવા પડ્યા હતા

