મોરબી તાલુકાના લાલપર ગામ નજીક આજે એક પાણીની સપ્લાય કરતુ ટેન્કર કેનાલમાં ખાબક્યું હતું લાલપર ગામ નજીક આવેલ હોલીસ સિરામિક નજીક ટેન્કર કેનાલમાં ખાબક્યું હતું હાલ કેનાલમાં પણ પાણી હોય જેથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પૂર્વે તુરંત સ્થાનિકો એકત્ર થયા હતા અને સ્થાનિક ક્રેન સર્વિસને મદદ માટે બોલાવતા તુરંત પહોંચી ગયા હતા અને ક્રેનની મદદથી ટેન્કર બહાર કાઢવામાં આવ્યું હતું દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી જેથી સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો
મોરબીના ઔદ્યોગિક ઝોન એવા લાલપર ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં એક પાણી ની સપ્લાય કરતું ટેન્કર અંદર ખાબક્યું હતું ઘટનાન જાણ થતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યું હતું ઘટનામાં કોઈ જાન હાની થઇ ન હતી જોકે ટેન્કર બહાર કાઢવામાં ભારે જહેમત ઉઠાવી પડી હતી અને કલાકો બાદ ક્રેનની મદદથી ટેન્કર બહાર કાઢી શકાયું હતું પાણીથી ભરપુર કેનાલમાં ખાબકેલ ટેન્કર દ્વારા ક્યાંથી પાણી ભરતું હતું અને ક્યાં લઇ જતું હતું તે અંગે પણ તપાસ જરૂરી છે ભૂતકાળમાં નર્મદા કેનાલમાંથી મોટા પાયેં પાણી ચોરી થતી હોવાની ફરિયાદ ઉઠી હતી ત્યારે આ પાણીનું ટેન્કર પાણીની સપ્લાય કરે છે તે ના માટે કોઈ મંજુરી લીધી હતી અને મંજુરી છે તો ક્યાંથી પાણી ભરવાની હતી શું નર્મદા કેનાલમાં ખેડૂતો અને મોરબીવાસીઓને પીવા માટે આપવામાં આવતા પાણીના સ્ત્રોત માંથી ચોરી તો નથી થ્તીને તેની તપાસ પણ જરૂરી છે.

