HomeGujaratવન વિભાગની દાદાગીરી સામે અગરીયાઓ થયા સંગઠીત: મામલતદારને આપ્યું આવેદનપત્ર

વન વિભાગની દાદાગીરી સામે અગરીયાઓ થયા સંગઠીત: મામલતદારને આપ્યું આવેદનપત્ર

કચ્છના નાના રણમાં પરંપરાગત રીતે અગરીયાઓ મીઠું પકવી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. પરંતુ બે દિવસ પૂર્વે હળવદ ઘુડખર અભ્યારણ રેન્જના માલણીયાદ રેન્જના એંજાર ગામે અગરીયાને રોકીને ગાળો આપી તેમજ લાત મારવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે વીડિયો સંદર્ભે લાત અને લાફા મારનાર અધિકારીઓ સામે કડક પગલા લેવા માટે આજે હળવદ મામલતદાર કચેરી ખાતે સમસ્ત કોળી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વધુમાં ઈજાગ્રસ્ત યુવાને ગત મોડીસાંજે હળવદની સરકારી હોસ્પિટલમાં તબીયત લથડતા સારવાર લીધી હતી અને એમએલસી દાખલ કરવામાં આવી હતી. આ સમગ્ર બનાવની વાત કરીએ તો એંજાર ગામે અગરીયાઓને રોકીને તેની પૂછપરછ દરમિયાન મામલો વણસ્યો હતો અને અગરીયાઓ સાથે દુર્વ્યવહાર થયો હતો. જેથી કરીને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં લાફો તેમજ લાત અને ગાળો આપવાનું વીડિયોમાં સ્પષ્ટ સંભળાઈ રહ્યું છે. જે બાદ ઈજાગ્રસ્ત યુવાનને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. તો સાથે માર મારનાર અધિકારી સામે એમએલસી દાખલ કરવામાં આવી હતી. જ્યારે આ ઘટના અંગે સમગ્ર ઠાકોર સમાજ સંગઠીત બની આજે યોગેશ પટેલ હાય હાયના નારા સાથે રેલી સ્વરૂપે હળવદ મામલતદાર ચિતનભાઈ આચાર્યને આવેદન આપી અને ન્યાયિક પગલા લેવા રજૂઆત કરી હતી વધુમાં જો યોગ્ય ન્યાયિક પગલા લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,470SubscribersSubscribe

TRENDING NOW