HomeGujaratસીધુને સટ્ટ ! રણમાં અગરકાર્ડ હશે તો જ અગરીયાઓને મળશે પ્રવેશ: ડીએફઓ

સીધુને સટ્ટ ! રણમાં અગરકાર્ડ હશે તો જ અગરીયાઓને મળશે પ્રવેશ: ડીએફઓ

પાંચથી વધુ તાલુકાને અડીને આવેલા કચ્છના નાના રણમાં પરંપરાગત રીતે અગરીયાઓ મીઠુ પકવીને રોજગારી મેળવે છે. ત્યારે હાલમાં અગરીયાઓને રણમાં પ્રવેશ માટે અગરકાર્ડ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. અને અગરીયાઓને અગરકાર્ડ મેળવી લેવા માટે સૂચના આપવામાં આવી છે. ત્યારે નવલખીથી એંજાર સુધી સર્વે અને સેટલમેન્ટ દ્વારા 700 અગરીયાઓની યાદી બહાર પાડવામાં આવી છે. અને જેમાં 90 ટકાથી વધુ અગરીયાઓ નામથી વંચિત રહી જતા અગરીયાઓ નામ ઉમેરવા માટે અલગ અલગ જગ્યાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ચૂક્યા છે. જેમાં પાટડી ખાતે મળેલી બેઠકમાં પણ અગરીયાઓને મીઠુ પકવવા દેવાની રાજકીય નેતાઓ દ્વારા હૈયાધારણા આપવામાં આવી હતી. પરંતુ આ હૈયાધારણા સફળ ન થતા આખરે વિવિધ જગ્યાઓ પર વન વિભાગ દ્વારા ચેકપોસ્ટ ખાતે એસઆરપીનો ખડકલો કરી દેવામાં આવ્યો છે. ત્યારે અગરકાર્ડ માટે ફરી એકવાર ચારથી વધુ ધારાસભ્યો, વનમંત્રી અને અગરીયાઓ વચ્ચે બેઠક મળી હતી. જેમાં ફરી એક વખત 10 એકરીયા અગરીયાઓને અગરકાર્ડ આપીને રણમાં પ્રવેશ મળશે અને તેઓ રણમાં મીઠુ પકવી શકશે. સાથે જ્યાં મીઠુ પકવે છે ત્યાં સર્વે થશે તેવું કહેવામાં આવ્યું છે. પરંતુ અગરીયાઓને અગરકાર્ડ વગર રણમાં પ્રવેશ નહીં મળે તેવું આરએફઓ દ્વારા જણાવવામાં આવ્યું છે. અને આજદીન સુધી કોઈ પરીપત્ર કે કોઈ સૂચના હજુ સુધી વન વિભાગને મળી નથી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW