મોરબી શહેરમાં ગત૩૦ ઓકટોબરના રોજ બનેલી ગોઝારી ઘટનામાં૧૩૫નિર્દોષ લોકોનો ભોગ લેવાયો હતો.આં ઘટનામાં કેટલાય પરિવારે માતા પિતા ગુમાવતા બાળકો અનાથ થયા તો કેટલાય માતા પિતાએ તેના સંતાન ગુમાવ્યા હતા. મોરબી નજીક આવેલા ભડિયાદ નજીક આવેલા બૌધ નગર વિસ્તારમાં રહેતા રાજુભાઈ મૂછડિયા પર તો જાણે કુદરત જાણે તમામ પ્રકારની સંવેદના ભૂલી ગયું હોય તેમ રાજુભાઈ ના ત્રણ સંતાન ૧૯વર્ષનો ચિરાગ,૧૮ વર્ષના ધાર્મિક અને ૧૬ વર્ષના ચેતન ના દુર્ઘટના માં કમકમાટી ભર્યા મોત થયા હતા જેના કારણે પરિવાર સંતાન વિહોણું બની ગયું હતું. ૧૦ મહિના જેટલા સમયથી પરીવાર આ પીડા સામે ઝઝુમી રહ્યું હતું.જોકે સંતાનના વિયોગમાં જીવતા આં પરિવાર પર જાણે કુદરતને ફરી દયા આવી હોય તેમ આં. પરિવારની ખુશી ફરી એકવાર ઘરમાં પ્રવેશી છે. ઝૂલતાપૂલની દુર્ઘટનામાં ત્રણ દીકરા ગુમાવનાર રાજુભાઇને ઈશ્વરે ફરી સંતાનનું સુખ આપ્યું છે
રાજુભાઇના પત્નીએ ગુરુવારે મોડી રાત્રે પુત્રને જન્મ આપ્યો હતો.
૧૦ મહિનાથી સંતાન વિહોણા પરિવારમાં હવે પુત્રનો જન્મ થયો પરિવારના જણાવ્યા અનુસાર અગાઉ ત્રણ પુત્રો ગુમાવવનું દુઃખ કાયમી રહે શે.. ત્રણ પુત્રોનો અકાળે વિયોગ થયો એ આઘાત કેમે ય કરીને જીરવી શકાય એવો નથી.જો કે ઝૂલતાપૂલના દોષિતોને કડક સજા મળશે ત્યારે જ આઘાતની કળ વળશે. પણ આજે જેમ કુદરતે પુત્રની ખોટ પૂરી દીધી છે.ભવિષ્યમાં પણ ઝૂલતા પુલ તૂટવાની ઘટનામાં જવાબદાર લોકો ને પણ સજા મળશે તેવી આશા વ્યક્ત કરી હતી

