HomeGujaratમાળિયા-હળવદ હાઈવે માં દેશી તમંચા સાથે એક ઝડપાયો

માળિયા-હળવદ હાઈવે માં દેશી તમંચા સાથે એક ઝડપાયો

માળિયા મિયાણા તાલુકાના હળવદ રોડ પર આવેલા જી કે હોટેલ પાસે સફેદ રંગના શર્ટ અને સફેદ પેન્ટ પહેરેલ એક શખ્સ ગેર કાયદે હથીયાર સાથે ફરતા હોવાની એસ.ઓ.જીની ટીમે વોચ ગોઠવી હતી અને તેના આધારે પોલીસે એક શખ્સને દબોચી લીધા હતા અને તેની તલાસી લેતા તેની પાસેથી ગેર કાયદે બનાવટનો તમંચો મળી આવ્યો હતો જેથી પોલીસે તુરત શખ્સને ઝડપી લઇ તેની પૂછ પરછ હાથ ધરી હતી. પૂછ પરછ આરોપીએ તેનું નામ દોસ મામદ મહમદ ભાઈ કટીયા રહે માળિયા મિયાણા શહેરના વાડા વિસ્તારમાં રહેતા હોવાની કબુલાત કરી હતી આરોપી પાસે હથીયારનો પરવાનો માગતા તેની પાસે કોઈ પરવાનો ન મળતા તેની અટકાયત કરી માળિયા પોલીસ હવાલે કર્યો હતો તેમજ રૂ 5000ની કિમતનો તમંચો જપ્ત કર્યો હતો

આ અંગે આરોપી વિરૂધ્ધ માળિયા મિયાણા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરી તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી અને તમંચો કોની પાસેથી મેળવ્યો તેમજ હાલ તેને લઇ કોઈ ગુનાહિત કૃત્ય કરવા તરફ જતો હતો કે કેમ તે અંગે તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW