મોરબી શહેર નજીક આવેલ મચ્છુ 3 ડેમના 93 ટકા ભરાઈ જતા પાણીનું લેવલ વધતા તેના પાણીનું લેવલ મેન્ટેન કરવાના હેતુથી ડેમના એક દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યો છે અને 1832 કયુસેક પાણી છોડવામાં આવ્યું છે મચ્છુ ડેમમાંથી પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારમાં આવતા ગામ મોરબી અને માળિયા તાલુકાના 11 થી વધુ ગામને એલર્ટ કરવામાં આવ્યા છે અને નદીના પટમાં ન જવા તાકીદ કરવામાં આવી છે

હાલ મોરબીના મચ્છુ નદી પટમાં આવતા ગ્રામ્ય વિસ્તારમાં હાલ પાણી છોડવામાં આવતા આસપાસના ચેકડેમમાં પાણીની આવક થશે અને તેના કારણે હાલ ઉનાળુ પાકનું વાવેતર કરનાર ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતા પાક ને ફાયદો થશે

