હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા પ્રોહીબીશનના ગુનાની તપાસ દરમિયાન ઈમરાનખાન ઉર્ફે ઓબામા દિલાવરખાન મલેક, રહે. પીપળી, તા. પાટડી, જી. સુરેન્દ્રનગરનું નામ સામે આવ્યું હતું. ગુનો નોંધાયા બાદ આરોપી ફરાર હતો.
આરોપીને ઝડપી પાડવા હળવદ પોલીસ ઇન્સ્પેક્ટરે અલગ અલગ પોલીસ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. દરમિયાન આરોપી સાણંદ GIDC પોલીસ સ્ટેશનના ગુનામાં અમદાવાદની સાબરમતી જેલમાં હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ હળવદ પોલીસે ટ્રાન્સફર વોરંટ મેળવી સાબરમતી જેલમાંથી આરોપીનો કબજો સંભાળી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

