HomeGujaratમોરબીમાં સાયકલ દિવસ નિમિતે આરોગ્ય વિભાગ દ્વારા આવતીકાલે સાયકલ રેલીનું આયોજન

મોરબીમાં સાયકલ દિવસ નિમિતે આરોગ્ય વિભાગ દ્વારા આવતીકાલે સાયકલ રેલીનું આયોજન

દિન પ્રતિદિન વધતી જતી બેઠાળુ લાઈફ સ્ટાઈલના કારણે લોકોમાં મેદસ્વીતા(વધુ પડતું વજન )ની બીમારીથી પીડાઈ રહ્યા છે અગાઉ આ મોટીઉમરના લોકોમાં જોવા મળતું હતું પરંતુ હવે નાના બાળકો યુવાનો અને મહિલામાં આ પ્રામાણ વધી રહ્યું છે ઉપરાંત જીવન શૈલી આધારીત રોગ થવા પાછળ શારીરિક નિષ્ક્રિયતા વધુ જવાબદાર માનવામાં આવે છે નેશનલ એન સીડી મોનીટરીંગ સર્વે 2017 -18 મુજબ 41.૩ ટકા ભારતીયોમાં શારીરિક પ્રવૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે. શારીરિક પ્રવૃત્તિથી થતા શારીરિક લાભોમાં આવા રોગસામે લડવાની શક્તિ મળે છે લોકોમાં શારીરિક શક્તિ બાબતે જાગૃતિ આવે તે માટે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા આગામી ૩ જૂન એટલે કે વિશ્વ સાયકલ દિવસ પર સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ સાયકલ રેલી શહેરના ઉમિયા સર્કલ ચોક ખાતે સવારે 7:30 વાગ્યે શરુ થશે ત્યાંથી નવા બસ સ્ટેશન, સરદાર બાગ ગાંધીચોક થઇ કલેકટર બંગલા થઇ સામા કાઠે મહારાણા પ્રતાપ સર્કલ સુધી જશે અને ત્યાંથી રેલી પૂર્ણ થશે.

સાયકલ રેલીમાં જોડાવવા માંગતા લોકોને પોતાની સાયકલ લઈને આવવા તેમજ પાણીની બોટલ સાથે રાખવાની રહેશે તેમજ રેલી શરુ થય પહેલાસમયસર સ્થળ પર હાજર રહેવાનું રહેશે અને અને શક્ય હોય તો ભાગ લેનાર સાયકલ સવારે વાઈટ ટી-શર્ટ અને વાઈટ કપડા સાથે આવવા અપીલ કરવામાં આવી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW