HomeGujaratમોરબીના ઘુનડા ગામમાંથી બદલી થયા બાદ તમામ રેકર્ડ ગાયબ કરનાર તલાટી મંત્રી...

મોરબીના ઘુનડા ગામમાંથી બદલી થયા બાદ તમામ રેકર્ડ ગાયબ કરનાર તલાટી મંત્રી સસ્પેન્ડ

મોરબી તાલુકાના ઘુનડા સજનપર ગામમાં ફરજ બજાવતા તલાટી મંત્રી એલ એ ઠોરીયાની હળવદ તાલુકાના વેગડવાવ ગામ ખાતે બદલી થઇ હતી તેના સ્થાને બીજા એક તલાટી મંત્રીની નિમણુક કરવામાં આવી હતી.બદલી પામેલ તલાટી મંત્રી એલ એ ઠોરીયા દ્વારા પંચાયતનો ચાર્જ છોડતાની સાથે તમામ રેવન્યુ રેકર્ડ અને નાણાકીય રેકર્ડ નવા તલાટી મંત્રીને સુપરત કરવાનો હોય છે જોકે આ તલાટી મંત્રી દ્વારા આ રેકર્ડ નવા તલાટી મંત્રીને સોપ્યો ન હતો જેથી અ આ અંગે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ જતા ત્યાંથી તપાસના આદેશ છુટતા તલાટી મંત્રીએ આ રેકર્ડ ગુમ કરી દીધા હોવાનું સામે આવ્યું હતું જે બાદ આ અંગે ડીડીઓ દ્વારા તલાટી મંત્રી દ્વારા રાખવામાં આવેલ બેદરકારીની ગંભીર નોધ લીધી હતી.ડે. ડીડીઓને આ અધિકારી સમક્ષ કડક એક્શન લેવામાં આવે તેવી સુચના આપતા ડે ડીડીઓ ઈલા બેન ગોહિલ દ્વારા તલાટી મંત્રીને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો સાથે સાતેહ ફરજ દરમિયાન હેડ ક્વાટર તરીકે માળિયા તાલુકા પંચાયત ખાતે હાજરી આપવા જણાવ્યું હતું આ ઉપરાંત તલાટી મંત્રી દ્વારા નાણાકીય રીતી કરી હોવાની પણ આશંકા સેવાઈ રહી હોવાથી તેમના વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરવા પણ સુચના આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW