HomeGujaratટંકારાના હડમતીયામાં કેમિકલયુક્ત પાણી પીવાથી ઘેટાના મોત થવાની ઘટનામાં આંકડો 24...

ટંકારાના હડમતીયામાં કેમિકલયુક્ત પાણી પીવાથી ઘેટાના મોત થવાની ઘટનામાં આંકડો 24 પર પહોચ્યો

ટંકારા તાલુકાના હડમતીયા ગામમાં રહેતા માલધારી મોતીભાઈ કરશનભાઈ સાટકાના એકસો જેટલા ધેટા બકરા નજીકની વાડીમાં આવેલ ચરવા ગયા હતા આ દરમિયાન બાજુમાં કોઈ ફેક્ટટરી દ્વારા જાહેર જગ્યામાં કેમિકલ યુક્ત પાણી છોડી જતું રહ્યું હતું આ કેમિકલ યુક્ત પાણી ત્યાં ચરી રહેલા ઘેટાની નજરમાં આવી જતા આવી કાળઝાળ ગરમીમાં પોતાની તરસ છીપાવવા ગયા હતા. આ ઘેટાઓએ કેમિકલ યુક્ત પાણી પીધું તેની ગણતરીની મીનીટમાં ઘેટાઓની તબિયત લથડી પડી હતી. પ્રાણ પંખેરૂ ઉડી જતા હાહાકાર મચી જવા પામ્યો હતો અને જોત-જોતામાં 18 જેટલા જીવ સિમમા મુત્યુ પામ્યા હતા તો સવાર સુધીમાં મોતનો આકડો 24 સુધીમાં પહોચી ગયા હતા. ઘટનાની જાણ થતા મોરબી પશુપાલન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને ગંભીર રીતે બીમાર પડેલા ઘેટાની સારવાર હાથ ધરી હતી બીજી તરફ પ્રાદેશિક પ્રદુષણ કન્ટ્રોલ બોર્ડની ટીમ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આ કેમિકલયુક્ત પાણી ક્યાંથી આવ્યું તે અંગે પણ તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW