HomeGujaratધારાસભ્ય કાંતિભાઈ મોરબીમાં વિદ્યાર્થીની મહિલાઓને નિ:શુલ્ક કેરાલા સ્ટોરી ફિલ્મ બતાવશે

ધારાસભ્ય કાંતિભાઈ મોરબીમાં વિદ્યાર્થીની મહિલાઓને નિ:શુલ્ક કેરાલા સ્ટોરી ફિલ્મ બતાવશે

આતંકવાદની ભયાનકતા વિશે ચિત્ર રજુ કરતું ફિલ્મ કેરેલા સ્ટોરી સિનેમા ઘરમાં રીલીઝ થતાની સાથે ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યું છ મહિલા અને યુવતીઓ આ ફિલ્મને ખાસ પસંદ કરી રહી છે. મોરબી શહેરની સિનેમા ઘરમાં પણ આ ફિલ્મ રીલીઝ થયુ છે ત્યારે મોરબીમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા આગામી 10થી 14 એમ દરમિયાન 18વર્ષથી વધુ વયની શાળા કોલેજની વિદ્યાર્થીનીઓ તેમજ અન્ય યુવતી માટે નિશુલ્ક શો નું આયોજન કરવામાં આવ્યું છે. આ નિ:શુલ્ક શોનું આયોજન સ્કાય મલ્ટી પ્લેકસ સ્કાય મોલ ખાતે સવાર અને સાંજ સુધીનું આયોજન કરવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીનીઓ આ ફિલ્મ જોવા આવવા માંગતી હોય તેમણે આજ તા.9ના રોજ સાંજ સુધીમાં મોબાઈલ નંબર 9825105591 તેમજ 9979613433 ઉપર ફોન કરી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.અથવા આપેલ નંબર પર નામ, ઉમર મોબાઈલ, સરનામાં સહિતી વિગત વોટ્રસ એપ પર મોકલી શકાશે શો જોવા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે જેની ખાસ નોંધ લેવી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW