માળિયા તાલુકાના મેઘપર ગામમાં રહેતા 65 વર્ષીય વૃધ્ધા પુનીબેન સવાભાઈ ડાંગર નામના વૃદ્ધા ઘરમાં પગથીયા ચઢી રહ્યા હતા તે દરમિયાન અચાનક શરીર પરનો કાબુ ગુમાવતા નીચે પટકાયા હતા. આ બનાવમાં તેમને ગંભીર ઈજા પહોચતા સારવાર અર્થે ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેનું સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું જે બાદ તબીબે મૃત જાહેર કરી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી બનાવ અંગે માળિયા મિયાણા પોલીસે અક્સ્માત મોત અંગે નોધ કરી તપાસ હાથ ધરી હતી.

