ઔધોગિક નગરી મોરબીના ૮૦૦થી વધુ સિરામિક, ૧૦૦થી વધુ પેપર મિલ, ઘડિયાળ તેમજ અન્ય નાના મોટા ઉદ્યોગ આવેલ છે જેમાં લાખોની સંખ્યામાં સ્થાનિકો તેમજ પર પ્રાંતીય મજૂરો કામ કરતા હોય છે અને તેની સાથે અવાર નવાર અકસ્માત ની ઘટના બને છે અને તેમાં કેટલાય મજૂર ના મોત થયા છે કેટલીક ઘટનામાં કમાનાર એક જ વ્યક્તિનું મોત થવાથી પરિવાર નોધારો બની જતો હોય છે આવી ઘટના અટકાવવા ઔધોગિક સલામતી વિભાગ ક્યારે પણ સક્રિય થયું હોય તેવું લાગતું નથી મોટા ભાગની ફેકટરીમાં મજૂરોની સલામતી માટે સુરક્ષા સાધનો વસાવવા માં આવ્યા નથી જેને કારણે મજૂરો ના મોત થતા હોવા છતાં શ્રમ વિભાગ તેમજ આધોગિક સલામતી વિભાગ ક્યારેય પગલાં લેવા આગળ આવ્યું નથી.ત્યારે આવી જ એક આકસ્મીક ઘટનામાં એક મહિલાનું મોત થયું હતું.બનાવની મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપર ગામે આવેલ લેમીટ પેપર મિલમાં રતનબેન રમેશભાઈ બોસિયા ઉ.50 નામના મહિલા ગત તા.23 ના રોજ કારખાનામાં કામ કરતા હતા ત્યારે કાગળની ગાંસડી કમરના ભાગ ઉપર પડતા સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તા.24ના રોજ મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી

