મોરબીના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા નીલભાઈ ભોજાણીના પિતા કિરણભાઈ નરશીભાઈ ભોજાણી બે દિવસ પહેંલા તેના જીજે 3 એફ એલ ૫૮૦૧ નંબરના બાઈક પરથી લક્ષ્મીનગર ગામ પાસેથી પસાર થતા હતા જેથી રોડના ડીવાઈડરની સાઈડમાંથી બાઈક લઈને જેવા નીકળ્યા કે તુરંત પાછળથી આવતા જીજે ૧૨ એયુ ૫૮૦૧ નંબરના ટ્રક ચાલકે તેમણે પાછળથી ઠોકર મારતા બાઈક સાથે તેઓ દુર ફંગોળાઈ ગયા હતા અને માથાના ભાગે તેમજ શરીરમાં અલગ અલગ જગ્યાએ ગંભીર ઈજા પહોચી હતી ગંભીર હાલતમાં તેઓને હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યા હતા બનાવ અંગે તાલુકા પોલીસે જીજે ૧૨ એયુ ૫૮૦૧ નંબરના ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

