HomeGujaratમોરબી: સોમનાથ પેપરમીલમાં લાગેલ આગ કલાકો બાદ પણ યથાવત,લાખોનો માલ ભસ્મીભૂત

મોરબી: સોમનાથ પેપરમીલમાં લાગેલ આગ કલાકો બાદ પણ યથાવત,લાખોનો માલ ભસ્મીભૂત

મોરબી તાલુકાના નવાગામની સીમ વિસ્તારમાં આવેલી સોમનાથ પેપર મીલમાં પડેલા કાચા રો મટીરિયલમાં અચાનક આગ ફાટી નીકળી હતી આગ ગણતરીની મિનિટમાં આગે બીજા કાચા માલની ગાંસડી ને પણ પોતાની જપટમાં લઇ લીધી હતી અને આગ વિકરાળ બની ગઈ હતી.આગની જાણ થતા ત્યાં કામ કરતા મજૂરોએ ફાયર વિભાગને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં મોરબી ફાયર વિભાગની એક ટીમ ઇન્ડિયા ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો.મારો ચલાવી કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો જોકે આગ મોટું રૂપ ધારણ કરી લીધું હોવાથી કાબૂમાં આવી ન હતી જેથી અન્ય એક સ્થળે આગ બુઝાવવા ગયેલી ટીમ પણ સ્થળ પર દોડી ગઈ હતી.મોરબી ફાયર વિભાગની બન્ને ટીમ દ્વારા આગ બુઝાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ તેના પર કાબૂ મેળવી શકાયો ન હતો.બે કલાક સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ પણ આગ બુઝાવવના.પ્રયાસ સફળ થયા ન હતાં અંતે જેથી રાજકોટ ફાયર ની ટીમ પણ મદદ માટે બોલાવવામાં આવી હતી અને મોરબી અને રાજકોટ બન્ને ફાયર વિભાગની ટીમ દ્વારા આગ બુઝાવવા પ્રયાસ ચલાવી રહ્યા છે બનાવમાં જાન હાની ના સમચાર સામે આવ્યા ન હતા જોકે બનાવમાં ફેકટરી બહાર રાખવામાં આવેલ કાચા માલ નો મોટો જથ્થો બળીને રાખ થઈ ગયો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW