મોરબીના મહેન્દ્રનગર ગામમાં રહેતા અને ચરાડવા ખાતે આવેલ જેટકો કંપનીમાં નોકરી કરતો 30 વર્ષીય યુવક અમિતભાઈ મનસુખભાઈ ઈઢાંટીયા નામનો યુવક ગત તા 4 એપ્રિલના રોજ સાંજે 6 વાગ્યે તેની ઓફીસથી ઘરે આવવા નીકળ્યો હતો અને તે બાદથી અચાનક ગુમ થઇ ગયો હતો પરિવાર દ્વારા યુવકની શોધખોળ હાથ ધરી હતી અને અમિતભાઈની ઓફિસમાં કામ કરતા ઋત્વિક ભાઈને ફોન કરીને પૂછતાં તેઓ અને અમિતભાઈ બપોરના ત્રણ વાગ્યે ઓફીસથી નીકળી ગયા છેલ્લે અમિતભાઈ ઓફીસ બહાર વાહનની રાહ જોતા હતા ત્યારે જોયા હતા. આ દરમિયાન રાત્રીના સમયે અચાનક અમિતભાઈના ફોનમાંથી ઘરના ફોનમાં ફોન આવ્યો હતો જેમાં તેણે કોઈ બે અજાણ્યા શખ્સ તેમનું અપહરણ કરીને લઇ ગયા હોવાનું જણાવ્યું હતું અને આજાણ્યા સ્થળે ઓરડીમાં પૂરી દીધો છે અમિતભાઈના અપહરણની જાણ થતા તેમના ભાઈ મેહુલભાઈ મનસુખભાઈ વિરુધ્દ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી
અમિતભાઈ ગત 4 તારીખના ગુમ થયા હોય અને ઘટનાને 5 દિવસ જેટલો સમય થવા બાદ પણ હજુ સુધી અપહરણ કરતા તરફથી કોઈ ફોન કે મેસેજ મળેલ નથી જેથી યુવકનું અપહરણ થયું છે કે પોતે જ ગુમ થયો તે અંગે કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી પોલીસની પ્રથમિક તપાસમાં યુવકની શોધખોળ માટે એલસીબી અને હળવદ પોલીસની બે ટીમ બનાવી છે જે ટેકનીકલ ટીમ અને હ્યુમન ઈન્ટેલીજન્સની મદદથી તપાસ કરી રહ્યા છે યુવકના અપહરણ પાછળ રૂપિયાની લેતી દેતીનું કારણ છે કે કેમ તે અંગે પણ તપાસ ચલાવી રહી છે

