HomeGujaratમોરબીના SRP જવાનના શંકાસ્પદ મોતની ઘટના ન્યાય નહી મળે તો વવાણીયાથી જુનાગઢ...

મોરબીના SRP જવાનના શંકાસ્પદ મોતની ઘટના ન્યાય નહી મળે તો વવાણીયાથી જુનાગઢ સુધી રેલીની ચીમકી

તાજેતરમાં જૂનાગઢ નજીક આવેલ એસઆરપી કેમ્પમાં એક એસ આર પી જવાનનું શંકાસ્પદ હાલતમાં મોત થયું હતું આ જવાન મોરબી જિલ્લાના મેઘપર ગામના વતની હોય ઘટના સમયે મૃતકના પરિવાર સ્થળ પર પહોચ્યા હતા શરુઆતથી ઘટના શંકાસ્પદ હતી બીજી તરફ મૃતકના શરીરમાં ઈજાના નિશાન હોવાથી તેમની સાથે કોઈ અણ બનાવ હોવાની શંકા પરિવાર જનો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી પરિવાર જનોએ જે તે સમયે જુનાગઢ જિલ્લા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવા માંગણી કરી હતી પરંતુ આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઇ ન હોવાથી આ મામલે મોરબીમા આજે આહીર સમાજની મિટિંગનું આયોજન કર્યું હતું અને એસઆરપી જવાન મોતનું સાચું કારણ સામે આવે તેમજ જવાબદારો સામે ફરિયાદ નોંધી કડક કાર્યવાહી કરવામો માંગ કરી હતી. આ ઉપરાંત જો ફરિયાદ નોધી મૃતકના પરિવારને ન્યાય આપવામાં નહી આવે તો માળિયાના વવાણીયા ગામેથી જૂનાગઢ સુધી રેલી કાઢવાની ચીમકી આપી છે.
મોરબી જિલ્લાના મેઘપર ગામના વતની બ્રિજેશભાઈ ગોવિંદભાઈ લાવડીયા એસઆરપી જવાન તરીકે જૂનાગઢ ખાતે પીટીસીમાં ફરજ બજાવતા હતા આ દરમિયાન તેમને અચાનક તેમણે આત્મ હત્યા કરી હોવાનું જે તે સમયે સ્થાનિક પોલીસે કારણ આપ્યું હતું જોકે તેમના પરિવારજનોએ બ્રિજેશભાઈની હત્યા થઇ હોય અથવા મરવા મજબુર કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો અને જૂનાગઢ પોલીસે આ બનાવની ફરિયાદ પણ ન નોંધી કોઈને બચાવવાના પ્રયાસ થયા હોવાના આક્ષેપ લગાવ્યો હતો.સમાજના આ જવાનને ન્યાય અપાવવા માટે આજે મોરબી માળીયા હાઇવે પર આવેલ ટ્રક ટ્રાન્સપોર્ટની ઓફીસ ખાતે આહીર સમાજની મીટીંગ મળી હતી. આ મિટિંગમાં આહીર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

મૃતક પરિવારજનો અને સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, એસઆરપી જવાન બ્રિજેશભાઈ ગોવિંદભાઈ લાવડીયાની ડેડબોડી મળી આવતા તેમણે પીએમ કરાવ્યું હતું. જેમાં મૃતકને ધોકાથી ઢોર માર માર્યા હોવાનું પીએમ રિપોર્ટમાં બહાર આવ્યું હતું. આથી તેમના પરિવારજનોએ જૂનાગઢ પોલીસે માર માર્યો હોય તેનું મર્ડર થયું હોવાનું તેમજ મરવા મજુબર કર્યા હોવાનું જણાવ્યું હતું. મૃતકના પુત્રએ ઉમર્યું હતું કે, આ ઘટના બની તે અગાઉ તેમના પિતાએ ફોન કરીને કહ્યું હતું કે, મેં કઈ કર્યું નથી, મારો કશો જ વાંક ગુનો નથી. જૂનાગઢના ડીવાયએસપી અને પીએસઆઇએ તેમને ખોટી રીતે ફસાવી દીધા છે. મારો કોઈ વાંક નથી.મને માફ કરજો તેમ કહીને મારા પિતાએ ફોન કટ કરી દીધો હતો. બાદમાં પુત્ર તેમના પરિવાજનો સાથે શોધવા નીકળ્યા હતા પણ પિતાની લાશ જ મળી આવી હતી.આથી મીટીંગમાં ઉપસ્થિત લોકોએ મૃતક બ્રિજેશભાઈના મોત મામલે તમામ જવાબદારો સામે ફરિયાદ નોંધી કડક કાર્યવાહી કરવા કરી માંગ કરી હતી. નહિતર માળિયાના વવાણીયા ગામેથી જૂનાગઢ સુધી રેલી કાઢવાની આપી ચીમકી આપી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW