મોરબી શહેરપર એક પછી એક ઘાત જાણે દુર થવાનું નામ જ લેવા માગતી હોય તેમ લાગી રહ્યું છે મચ્છુ નદી પરના જુલતા પુલે 135નો ભોગ લીધાની ઘટનામાં હજુ મોરબી વાસીઓના આંસુ સુકાયા નથી ત્યાં આ સ્થળ પર ઘટેલી એક ઘટનાએ ફરી એકવાર એક પરિવારનો સભ્ય છીનવી લીધો હતો બનાવની મળતી માહિતી મુજબ મોરબી શહેરની નાની બજાર વિસ્તારમાં રહેતા રસીદાબેન સમીરભાઇ બ્લોચ નામની મહીલા તેની 11 વર્ષની પુત્રી નૈકી અને અલી સાથે ચાલીને જતા હતા તે દરમિયાન જીજે-૦૩-ડબ્લયુ-૫૪૯૧ નંબરની બસે હડફેટે લેતા માતા અને બન્ને સંતાનને ગંભીર ઈજા પહોચતા સ્થળ પર હાજર એનડીઆરએફની ટીમે તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સારવાર દરમિયાન 11 વર્ષીય નૈકીનું સારવાર દરમિયાન મોત થયું હતું બનાવ બાદ રસીદાબેને બસ ચાલક ભરતભાઇ નાનજીભાઇ પઢીયાર વિરુદ્ધ બેદરકારી દાખવી વાહન ચલાવવા અંગે ફરિયાદ નોધાવી હતી જેના આધારે એ ડીવીઝન પોલીસે કલમ ૩૦૪(અ),૨૭૯,૩૩૭,૩૩૮ તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે.

