પોલીસને તેહરાનથી ચીન જતી ફ્લાઈટમાં બોમ્બ મુકવામાં આવ્યો હોવાનો કોલ મળ્યો છે. આ કોલ 9.20 વાગ્યે આવ્યો હતો. હાલમાં ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે ફ્લાઇટને જયપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ માટે ડાયવર્ટ કરવામાં આવી છે. એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને ફ્લાઈટમાંથી આ જાણકારી મળી હતી.જે પછી તમામ એજન્સીઓને આ જાણકારી આપવામાં આવી હતી.
મોટી તપાસ ચાલું: હાલ આ ફ્લાઈટ ક્યાં છે તે અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. દિલ્હી ફાયર વિભાગને પણ આ અંગે માહિતી મળી છે. દિલ્હી પોલીસ અને અન્ય એજન્સીઓએ પણ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. આ માહિતી મળ્યા બાદ તમામ સુરક્ષા એજન્સીઓને ચેતવણી આપવામાં આવી છે.
આવી છે અપડેટ; જયપુરથી આવી રહેલા સમાચારમાં કહેવાયું છે કે તહેરાનથી ચીન જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની જાણ થતાં વિદેશી ફ્લાઈટે ઈમરજન્સી લેન્ડિંગની મંજૂરી માંગી હતી. પરંતુ તેને જયપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવાની મંજૂરી આપવામાં આવી નથી. આ સાથે દિલ્હી એટીએસ પાસેથી ઈમરજન્સી લેન્ડિંગની પરવાનગી પણ માંગવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બોમ્બની ધમકીની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. આ સાથે હવે ફ્લાઈટના રૂટને દિલ્હી તરફ વાળવાની માહિતી મળી છે.

