જીવનમાં પછડાટ ખાધા પહેલા કોઈ ટોપ સુધી પહોંચતું નથી. સતત 15 વર્ષથી નોકરીમાં રહેલા વ્યક્તિના વાર્ષિક 20 કરોડ રૂપિયા પગાર હોય અને એ બીજે ક્યાંક એપ્લાય કરે તો ખરેખર એને પૂછવાનું શું. તમારી સમસ્યાથી માંડીને સિસ્ટમ સુધી એને તમામ પ્રકારની ખબર જ હોય. પણ આવા વ્યક્તિને એક જ પ્રશ્ન પુછાય છે કે તમારા જીવનની સૌથી ખરાબ અને મોટી નિષ્ફળતા વિશે દિલ ખોલીને વાત કરો, જીવનમાં તમે લીધેલા ખોટા નિર્ણયને કેવી રીતે ટેકલ કર્યા એના વિશે કહો.
તમે તમારી જાતને અને લાગણીઓને કેવી રીતે મેનેજ કરો છો એ પણ ઘણું મોટું કામ છે. કદાચ જીવનમાં કે કેરિયરમાં કોઈ મોટી મુશ્કેલી ઊભી થાય ત્યારે શું અને કેવી રીતે મેનેજ કરવું એ જ ખરેખર સાચી પરીક્ષા. આવા લેવલ પર વ્યક્તિની સ્કિલ કરતા એની કેપેબિલિટી અને કેલીબર વધારે ચેક થાય છે. જ્યારે લોકો તમને ફેલયોર કે સફળ ગણશે આ વિચાર ક્યારે શરૂ થાય છે ત્યારે એક અલગ જ ઘટના આકાર લેશે.
હવે તમે સફળ છો કે નિષ્ફળ એનું સર્ટિફિકેટ લોકોએ થોડી આપવાનું હોય? એક સામાન્ય ઉદાહરણ છે કે આ શર્ટ પહેરવાથી હું કેવો લાગે છે પણ તને ગમે તો તું પહેરી લે અને લઈ લે લોકો થોડા નક્કી કરશે કે તમે કહેવા લાગો છો? જ્યારે તમને કોઈ એવું કહેવાય કે આ વસ્તુ તમારા પર સૂટ થતી નથી ત્યારે એક જ લાઈન નો જવાબ આપી શકાય કે મને ગમ્યું એટલે પહેર્યું. ગામના લોકોના મત એટલા નહિ લેવાના કે તમારી મજા બગડી જાય. જીવનની કોઈ પણ પરીક્ષામાં નાપાસ થવું એ કોઈ ગુનો નથી. પણ તૈયારી જ ન કરી હોય તો આ તમારો વાંક

