HomeNationalનબાન્ન અભિયાન આખરે છે શું? મમતા સામે કેમ ભાજપ પડી છે

નબાન્ન અભિયાન આખરે છે શું? મમતા સામે કેમ ભાજપ પડી છે

નબાન્ન અભિયાનને લઈને કોલકાતામાં ભારે હોબાળો મચ્યો છે. પશ્ચિમ બંગાળ સરકારે આને લઈને પરવાનગી ન આપી અને ભાજપ તેના પર અડગ છે. જેના કારણે કેટલાક શખ્સો એ પોલીસની ગાડી સળગાવી છે. આ ભારતીય જનતા પાર્ટી (BJP)નું અભિયાન છે અને તેને લઈને બંગાળમાં રાજકીય ગલીઓથી લઈને સડક સુધી માહોલ ગરમાયો છે. કોલકાતા (Kolkata)માં ભાજપ સતત આ અભિયાનને લઈને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરુદ્ધ સતત વિરોધ પ્રદર્શન કરી રહી છે અને પ્રદર્શન ઘણુ ઉગ્ર બની રહ્યું છે. સવાલ એ છે કે આખરે નબાન્ન અભિયાન છે શું અને ભાજપ શા માટે આ અભિયાન ચલાવવા માગે છે.

નબન્ના વિશે વાત કરીએ તો તે પહેલા બંગાળના સચિવાલય રોઈટર્સ બિલ્ડીંગમાં હતું. પરંતુ જ્યારે મમતા બેનર્જી વર્ષ 2011માં સત્તામાં આવ્યા તો તેમણે હાવડામાં હુબલી નદીના કિનારે આવેલી ઇમારતને સચિવાલય બનાવ્યુ અને તેને નબાન્ન નામ આપ્યુ. નબ એટલે નવું. ભાજપે મમતા સરકારના ભ્રષ્ટાચાર સામેના તેના અભિયાનને નબાન્ન ચલો અભિયાન નામ આપ્યું છે કારણ કે તેઓ સચિવાલયમાં પહોંચીને વિરોધ કરવા માંગતા હતા.આપને જણાવી દઈએ કે નબન્ના એક ઈમારત છે,

જે હાવડામાં છે. તેની શરૂઆત વર્ષ 2013માં કરવામાં આવી હતી અને તે 14 માળની ઈમારત છે. અહીં ઉપરના માળે મુખ્યમંત્રીની ઓફિસ છે અને કહેવાય છે કે 13મા માળે મુખ્ય અને ગૃહ સચિવની ઓફિસ છે તો ચોથા અને પાંચમા માળે અનેક વિભાગો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW