HomeGujaratસીંગતેલના ડબ્બામાં 60 રૂપિયાનો ભાવ વધારો

સીંગતેલના ડબ્બામાં 60 રૂપિયાનો ભાવ વધારો

સાતમ આઠમના તહેવારો નજીક આવતાની સાથે જ તેલના ભાવમાં વધારો થતો હોય છે. ત્યારે તહેવારો પૂર્ણ થતા જ તેલના ભાવમાં વધારો યથાવત જોવા મળી છે. સિંગતેલના ડબામાં 60 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. સિંગતેલના ભાવમાં વધારો થયો છે. સિંગતેલ ડબ્બાનો ભાવ 2900 રૂપિયાને પાર પહોંચ્યો છે. તો બીજી તરફ, પામોલિન તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. તહેવારમાં કમાઈ લેવા પામતેલના ભાવ સટોડિયાઓએ ઘટવા ન દીધા. હવે તહેવારો બાદ પામતેલના ડબ્બાના ભાવમાં ઘટાડો થતા 1920 -1925 ના ભાવે પહોંચ્યું છે.

સિંગતેલનો ડબ્બોનો ભાવ 2900 રૂપિયાને પાર કરી ગયો છે. બે દિવસમાં સિંગતેલના ડબામાં 60 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. તો એક રાહતના સમાચાર એ છે કે, પામ તેલના ભાવમાં તોતિંગ 165 નો ઘટાડો નોંધાયો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW