શ્રાવણ વદ 8 ના રોજ દેશ ભરમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે શહેર હોય કે ગામડા તમામ સ્થળે ગલીઓ જાણે ગોકુળ મથુરા બની હોય તેમ ઠેરઠેર કૃષ્ણ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. દરેક ગામમા અને શહેર માં કૃષ્ણ શોભાયાત્રા અને મટકી ફોડ કાર્યક્રમ ઉજવાય રહ્યા છે ત્યારે મોરબીમાં શિવ નગરખાતે પણ કૃષ્ણ જન્મોત્સવ ઉજવવાનું આયોજન કરાયું હતું ગ્રામજનોએ પ્રથમ રાષ્ટ્ર ધ્વજ લહેરાવી રાષ્ટ્રગાન કર્યું હતું. બાદમાં અને વાજતે ગાજતે મટકી ફોડ કાર્યક્રમ યોજયો હતો.આ ઉજવણીમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.

