HomeGujaratમોરબી: બહેન સાથે વાત કરવાની ના પાડી યુવતીના ભાઈએ યુવકને છરીના...

મોરબી: બહેન સાથે વાત કરવાની ના પાડી યુવતીના ભાઈએ યુવકને છરીના ઘા ઝીકયા,3 શખ્સ વિરુધ્ધ ફરિયાદ

મોરબીના યદુનંદન સોસાયટીમાં રહેતા ભરતભાઈ લક્ષ્મીચંદભાઈ પુજારાના દીકરો ભાવિક મોરબીમાંજ રહેતા ઇલીયાસ ઈશ્માઈભાઈ બ્લોચની બહેન રેશમા સાથે ફોન પર અવાર નવાર વાત કરતો હોય જે બાબતે ઇલ્યાસને ઈશ્માંઈલ બલોચ સાથે ઝઘડૉ થયો હતો અને રવિવારે રાત્રે ભાવિક તેનું બાઈક લઈને જતો હતો તે દરમિયાન ભક્તિનગર સર્કલ પાસે વિરાટ પાઉભાજી સામે ટઆરોપીઓએ તેના બાઈકને ટક્કર મારી હતી ઇલીયાસ ઈસ્માઈલ બલોચ શખ્સ નવાજ બલોચ અને શહેજાદ શબીરભાઈ સિપાહીને સાથે રાખી છરીના ૮ જેટલા આડેધડ ઘા ઝીકી દીધા હતા.આ દરમિયાન આરોપી ઇલિયાસે જણાવ્યું હતું કે મારી બહેન સાથે કેમ વાત કરે છે હવે ક્યારેય વાત કરીશ તો સારાવટ નહી રે તેમ ધમકી આપી ફરાર થઇ ગયા હતા.ઈજાગ્રસ્ત હાલતમાં ભાવિકે તેમના પરિવારજનોને ફોન કરી કોઈ રીક્ષામાં અજાણી વ્યકિત સિવિલ હોસ્પીટલ લઇ ગયાની જાણ કરી હતી જે બાદ યુવકના પિતા ભરતભાઈ તેની માતા અને પરિવાર જનો હોસ્પિટલ દોડી ગયા હતા અને યુવકને વધુ સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં લઇ ગયા હતા બનાવ અંગે યુવકના પિતાએ ઇલીયાસ ઈસ્માઈલશેખ નવાજ બલોચ તેમજ શહેઝાદ શબીર શીપાઈ વિરુદ્ધ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે પોલીસે ત્રણેય આરોપી વિરુદ્ધ આઈપીસી ૩૦૭ ૧૧૪ અંતર્ગત ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW