HomeNationalશ્રીનગરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ ફાયરિંગ, એકને ઇજા

શ્રીનગરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ ફાયરિંગ, એકને ઇજા

શ્રીનગરના નૌહટ્ટા વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. પોલીસ અને CRPFની સંયુક્ત ટીમ આતંકીઓની શોધ અને ખાત્મામાં લાગેલી છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે જણાવ્યું કે શ્રીનગરના નૌહટ્ટા વિસ્તારમાં થયેલા એન્કાઉન્ટરમાં સરફરાઝ અહેમદ નામનો એક પોલીસ જવાન ઘાયલ થયો છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. ફાયરિંગમાં એક આતંકી પણ ઘાયલ થયો છે, જેની શોધ હજુ ચાલુ છે. સ્થળ પરથી મળી આવેલા સ્કૂટરમાંથી બે ગ્રેનેડ અને એક AK-47 રાઈફલ મળી આવી હતી.

કાશ્મીર ઝોનની પોલીસે ટ્વિટ કરીને કહ્યું કે, શ્રીનગરના નૌહટ્ટા વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થયું. પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના જવાનો આતંકવાદીઓ સામે લડી રહ્યા છે.”એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સજગરી પોરા નૌહટ્ટામાં રેડપોરા પાર્ક પાસે બાઇક પર સવાર આતંકવાદીઓએ પોલીસ પાર્ટી પર ગોળીબાર કર્યો. તેમણે કહ્યું કે સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી.અધિકારીએ જણાવ્યું કે એન્કાઉન્ટર દરમિયાન એક પોલીસકર્મી ઘાયલ થયો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW