મોરબીના રવાપરરોડ પર આવેલ મહાવીર સોસાયટીમાં રહેતા અને વાંકાનેર ખાતે આવેલ ન્યુ પર્લ વિટ્રીફાઈડ નામની ફેક્ટરી ધરાવતા ધીરજલાલ નારણભાઇ કાસુન્દ્રાના સિરામિકના કારખાનામાંથી તેમજ તેમના પાર્ટનર રેક્સોના સિરામિક માંથી અલગ અલગ સમયે કર્ણાટક અને કેરળની પેઢીઓ દ્વારા ઉધારમાં 60 દિવસના સમય મર્યાદામાં ચુકવણું કરવાની શરતે રૂ 1.24 કરોડની કિમતની ટાઈલ્સની ખરીદી કરી હતી જો કે આ પેઢી દ્વારા ઉધારમાં માલ લીધા બાદ પેમેન્ટ ન કરતા ધીરજભાઈની ફેક્ટરીમાંથી ઉઘરાણી કરવામાં આવી હતી જોકે માંજુનાથ ટાઈલ્સ,અજય સિરામિક, ન્યુ પેરલ સિરામિક,પ્રીમીયમ ટાઈલ્સ,સ્પેલ્ન્ડીડ માર્કેટિંગ,વીએમ ટ્રેડર્સ ,ટીલેચરી ટ્રેડીંગ, મોઝેકો ટાઈલ્સ અને બાથ ક્રિએશન સહિતની પેઢી દ્વારા પેમેન્ટ ન કરી પર્લ વિટ્રીફાઈડ તેમજ રેક્સોના સિરામિક સાથે રરૂ 1.24 કરોડની છેતરપીંડી કરી હોવાની વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી.

