હળવદ શહેરના જીઆઇડીસી વિસ્તારમાં આવેલ 25 વર્ષ જૂની અને છેલ્લા 10 વર્ષથી બંધ અવ્સ્થામાં પ્રેમ સોલ્ટ નામની ફેક્ટરીમાં શુક્રવારે સાંજના સમયે અચાનક સ્લેબ ધરાશાહી થયો હતો. ફેક્ટરી બંધ હતી તેમજ આ સ્થળે લોકોની અવર જવર ન હોવાથી કોઈ જાન હાની સર્જાઈ ન હતી. હળવદ જીઆડીસી વિસ્તારમાં અનેક ફેક્ટરી જૂની અને જર્જરિત અવસ્થામાં આવેલ છે તેમજ ઘણી ફેક્ટરી એવી છે જેમાં જે તે સમયે જે હેતુમાટે પ્લોટ ફાળવવામાં આવી હતી તેના બદલે બીજા જ વ્યવસાય ચાલી રહ્યા છે થોડા મહિના પહેલા જીઆઈ ડીસી વીસ્તારમાં ફેક્ટરીની દીવાલ ધારશાહી થતા 9 મજુર 2 બાળશ્રમિક તેમજ એક બાળકી સહીત 12 લોકોનો ભોગ લીધો હતો.

રોજનું કમાઈ રોજનું ખાતા શ્રમિક પોતાનું પેટીયું રડવા ફેક્ટરીમાં મજુરી માટે આવી રહ્યા છે પણ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ફેક્ટરી મજુર પર જાણે મોત બનીને ઉભી છે અને આ ફેક્ટરી માલીકોને જાણે કોઈ પૂછનાર હોય જ નહી તેવી સ્થિતિ સર્જાઈ છે મીઠાની ફેકટરીની ગોજારી ઘટના બાદ પણ જાણે શ્રમ વિભાગ સ્થાનીક તંત્ર દ્વારા બોધપાઠ લીધો હોય તેમ લાગતું નથી

