HomeReligionઆજથી શ્રાવણ મહિનો શરૂ, અનેક તહેવારોની શ્રેણી શરૂ થશે

આજથી શ્રાવણ મહિનો શરૂ, અનેક તહેવારોની શ્રેણી શરૂ થશે

આજથી શરૂ થતાં શ્રાવણ માસમાં આગલા દિવસથી 10 દિવસ માટે દશામા અનુષ્ઠાનશરૂ થઈ ગયા છે. દરમિયાન નાગપાંચમ, રાંધણછઠ, શીળાસાતમ, નોળિયા નોમ, પુત્રદા એકાદશી 11મી ઓગસ્ટના રોજ રક્ષા બંધન, 19મીએ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી, એકાદશીના તહેવાર આવશે.

તહેવારો આવશે: શ્રાવણમાસ પૂર્ણ થયા બાદ કેવડા ત્રીજ, 10 દિવસ ગણેશોત્સવ આ દરમિયાન ઋષી પાચમ, ધરો આઠમ, પરિવર્તન એકાદશી, અને અનંદ ચૌદશની ઉજવણી કરવામાં આવશે. ત્યારબાદ 15 દિવસ પિતૃ પક્ષ 10 સપ્ટેમ્બરથી 25મી સપ્ટેમ્બર સુધી રહેશે. 10 દિવસ માટે 26 સપ્ટેમ્બરથી નવરાત્રી 5 ઓક્ટોરબર સુધી ચાલશે.

ઓકટોબરમાં દિવાળી: શરદ પૂનમ, ચંદી પડવો અને કરવા ચોથની ઉજવણી થશે. 18 ઓક્ટોબરે પુષ્ય નક્ષત્ર, 21 ઓક્ટોબરથી દીવાળીની શરૂઆત થશે. 31મી ઓક્ટોબરે જલારામ જયંતી, 4 નવેમ્બર દેવઉઠી અગિયારસથી 5 દિવસ દિવાળી 8 નવેમ્બરે દેવદિવાળી મનાવવામાં આવશે.
આમ,ભગવાન શિવના પ્રિય શ્રાવણ માસથી ધાર્મિક તહેવારોની શરૂઆત થાય છે શ્રાવણ બાદ દેવ દિવાળી સુધી તહેવારો આવે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW