HomeGujaratહળવદના કડીયાણામાં બોગસ ડૉક્ટર ઝડપાયો

હળવદના કડીયાણામાં બોગસ ડૉક્ટર ઝડપાયો

હળવદ તાલુકાના કડીયાણા ગામમાં ડિગ્રી વિના તબીબી પ્રેક્ટિસ કરી દર્દીઓની સારવાર કરતા એક શખ્સને મોરબી SOGની ટીમે ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી મુજબ, મોરબી SOG સ્ટાફને બાતમી મળી હતી કે કડીયાણા ગામમાં નરેન્દ્રભાઈ જયંતિભાઈ કૈલા નામનો વ્યક્તિ કોઈ માન્ય તબીબી ડિગ્રી વિના દવાખાનું ચલાવી એલોપેથીક દવાઓથી દર્દીઓની સારવાર કરી રહ્યો છે. બાતમીના આધારે SOGની ટીમે PHC જુના દેવળીયાના તબીબી અધિકારીને સાથે રાખીને સંબંધિત સ્થળે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન દવાખાનામાંથી વિવિધ કંપનીની ટેબલેટ, સીરપ, ઇન્જેક્શન સહિતની એલોપેથીક દવાઓનો જથ્થો મળી આવ્યો હતો. ઉપરાંત બી.પી. માપવાનું સાધન, સ્ટેથોસ્કોપ સહિતની તબીબી સામગ્રી પણ મળી આવી હતી.

પોલીસે સ્થળ પરથી કુલ રૂ.44,532ની કિંમતનો મુદ્દામાલ તેમજ રૂ.1,150 રોકડા મળી કુલ રૂ.45,682નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે આરોપી નરેન્દ્રભાઈ જયંતિભાઈ કૈલા વિરુદ્ધ BNS-2023ની કલમ 125 તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ 30 અને 33 હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,660SubscribersSubscribe

TRENDING NOW