HomeGujaratમોરબી: વાવડીના સોસાયટી વિસ્તારમાં ભૂગર્ભ ગટરના પાણી રસ્તા પર ફરી વળ્યા

મોરબી: વાવડીના સોસાયટી વિસ્તારમાં ભૂગર્ભ ગટરના પાણી રસ્તા પર ફરી વળ્યા

મોરબીના નાની વાવડી ગામે નજીક આવેલ ભગવતી પાર્ક સોસાયટીમાં ગટરનું ગંદુ પાણી રોડ પર ફરી વળ્યા છે અને આ પાણી દુર્ગંધ મારે છે. ગટર ચોક અપ થઈ રોડ પર છલકાય છે. સોસાયટીમાં રહેતા લોકો, ખાસ કરીને બાળકો, વૃદ્ધો, મહિલાઓ ને રોગ થવાનો ભય રહે છે. એક તો રોગચાળા નું વાતાવરણ છે ઉપરાંત ગટર ના ગંદા પાણી થી મચ્છર જેવા જંતુઓ નો ઉપદ્રવ ખૂબ જ વધી ગયો છે.

નાની વાવડી ગામ ના સરપંચ અને સભ્યોને જાણ કરવા માટે સોસાયટીના લોકો ગયા તો સમસ્યા ના નિરાકરણ લાવવાને બદલે ઉધતાઈ ભર્યું વર્તન કરી આ વિસ્તાર અમારામાં આવતો નથી તમારે જવું હોય ત્યાં જાવ એવું કહી ફરિયાદીઓ સાથે ગેર વર્તન કર્યું હતું. લોકો ના આરોગ્ય પ્રત્યે ચેન ચાડા કરનાર તંત્ર સામે લોકો નો ખુબ રોષ વ્યાપી ગયો છે. લોકો ની સુખાકારી અને જન આરોગ્ય ને પ્રાથમિકતા આપી આ ગટર ની સમસ્યા દૂર થાય તેવી સોસાયટીના રહીશોએ ગ્રામ પંચાયતને માગણી કરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW