મોરબીના શનાળા રોડ નજીક સંતોષ આઇસ નામની ફેકટરીમાં રીપેરીંગ દરમિયાન આ ગેસ લીકેજ થવા લાગ્યો હતો જે બાદ તે ગેસની અસર ઓછી કરવા પાણી મારવામાં આવ્યું હતું આ ગેસયુક્ત પાણી ડ્રેનેજમાં ગયું હતું વરસાદ શરૂ થયો અને એમોનિય યુક્ત પાણી વરસાદી પાણી સાથે ભળી જતા આજુબાજુના વિસ્તારમાં ગેસની દુર્ગધ ફેલાઈ હતી. જેના પગલ કન્યા છાત્રાલય રોડ ઉપરના દુકાનદારો અને આજુબાજુના રહેણાંક વિસ્તારમાં પણ આ ગેસની દુર્ગધ પ્રસરી હતી અને લોકોમાં આંખમાં અને ગળામાં બળતરા ઉપડી હતી જે બસ ઉધોગકારો, દુકાનદારો પોતાના વેપાર ધંધા બંધ કરીને સલામત સ્થળે દોડી ગયા હતા. જોકે સ્થાનિક લોકો ક્યાંય જઈ શકે તેમ ન હોવાથી ઘરના દરવાજા બંધ કરી બેસી ગયા હતા. બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. ફાયર વિભાગના દેવેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા મુજબ આ એમોનિયા ગેસની માત્રા ઓછી હતી અને એ ગેસ વરસાદના પાણીમાં ભળી જતા એની અસરની માત્રા ઘટી જાય છે અને બહુ નુકશાની કરતી નથી. દુર્ગધ ફેલાવાથી આંખમાં બળતરા થાય છે.પણ વધુ નુકશાન કરતો નથી.પાણીમાં ભળી જવાથી દુર્ગંધ વધુ ફેલાઈ હતી ફાયર વિભાગે પણ ગેસની અસર ઘટાડવા જરૂરી કેમિકલ છાંટવામાં આવ્યું હતું.

