HomeGujaratમોરબી શહેરના રવાપર-ઘુનડા રોડ પર રાત્રિ દરમિયાન દબાણ હટાવવાની કામગીરી

મોરબી શહેરના રવાપર-ઘુનડા રોડ પર રાત્રિ દરમિયાન દબાણ હટાવવાની કામગીરી

મોરબી શહેરના રવાપર-ઘુનડા રોડ પર તંત્ર દ્વારા મોડી રાત્રે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બે જેસીબી મશીનોની મદદથી માર્ગની આસપાસ આવેલા અવરોધો અને દબાણોને દૂર કરવાની કામગીરી શરૂ થતાં વિસ્તારમાં લોકોમાં ચર્ચા જાગી હતી. રવાપર-ઘુનડા રોડનું નિર્માણ કાર્ય છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું હોવા છતાં તેની ગતિ ધીમી રહેતાં સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી રોડનું કામ અધૂરું હોવાથી રોજિંદા અવરજવરમાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

રોડ પર વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાની સાથે માર્ગની ખરાબ સ્થિતિ અને ચાલુ કામને કારણે અકસ્માતોના બનાવોમાં પણ વધારો થયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે તંત્ર દ્વારા રાત્રિના સમયે અચાનક દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવતા લોકોમાં ઉત્સુકતા જોવા મળી હતી. હવે આ કાર્યવાહી બાદ કેટલા પ્રમાણમાં દબાણ દૂર થશે અને માર્ગ નિર્માણના કામમાં કેટલી ઝડપ આવશે તે જોવાનું રહ્યું છે. સ્થાનિકોની નજર હવે રોડના કામની પ્રગતિ પર કેન્દ્રિત થઈ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,510SubscribersSubscribe

TRENDING NOW