HomeReligionઆજે ગુરૂ પૂર્ણિમા: જાણો કેમ પૂનમને ગુરુ સાથે જોડવામાં આવી, રાશિ પર...

આજે ગુરૂ પૂર્ણિમા: જાણો કેમ પૂનમને ગુરુ સાથે જોડવામાં આવી, રાશિ પર થશે આવી અસર

હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં ‘ગુ’ શબ્દ એટલે અંધકાર અને ‘રૂ’ એટલે અંધકારમાંથી અજવાળામાં લઇ જાય તેને ગુરુ કહેવાય. ગુરુ પોતાના શિઉપરાંત આ દિવસે ભગવાન ભોળાનાથે સપ્તર્ષિને વિશિષ્ટ જ્ઞાન(saptarshi Rishi Receive Special knowledge) આષ્યને અજ્ઞાન રૂપી અંધકાર દૂર કરી જ્ઞાન રૂપી દિપક પ્રગટાવનાર ગુરુ એક જીવન શિલ્પી મહાપુરુષ છે. જેમની અંદર પ્રકાશની શોધ પેદા થઈ છે. ગુરુ અજ્ઞાનતા દૂર કરે છે. ગુરુએ હિંસા નહીં અહિંસાનો માર્ગ બતાવે છે. આપણા દેશમાં આ તહેવાર ખૂબ જ શ્રધ્ધા અને ભાવથી ઉજવવામાં આવે છે.

જ્યોતિષ આચાર્ હેમિલ લાઠીયા એ વાત કરતા જણાવ્યું હતું કે, ગુરુ પૂર્ણિમાને વેદ વ્યાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમનો. ઇ.સ.પૂર્વ 3000 વર્ષ પહેલાં થયેલો છે. તે વખતે તેમના જન્મ પછી તેમનું જ્ઞાન જે લોકોની આપવામાં આવ્યું છે. જેથી આ પૂનમ પ્રખ્યાત થઈ છે.

આ તહેવાર દેશમાં સંપૂર્ણ ભક્તિ સાથે ઉજવવામાં આવે છે. આજનો દિવસ તમામ ગુરુઓને સમર્પિત છે. અષાઢના શુક્લ પક્ષની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે. ગુરુનો વિશેષ દરજ્જો છે. ગુરુ આપણને બધાને ઉમદા માર્ગ પર ચાલવાનું જ્ઞાન આપે છે. સારા અને ખરાબ વચ્ચેનો તફાવત સમજાવે. સારી વ્યક્તિ બનવાનું શીખવે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર મહર્ષિ વેદ વ્યાસને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. આ દિવસે શ્રદ્ધાપૂર્વક જે પણ પૂજન કરવામાં આવે છે તે પિતૃ દોષ, કુંડળીમાં બેઠેલા ગુરુ દોષ દૂર થાય છે.

જ્યોતિષના મતે આ દિવસે એક ખાસ સંયોગ પણ બની રહ્યો છે. ગુરુ પૂર્ણિમાના દિવસે ત્રણ મુખ્ય ગ્રહો એક જ રાશિમાં બેઠા હશે. ગુરુ પૂર્ણિમાના દિવસે સૂર્ય, શુક્ર અને બુધ ગ્રહ મિથુન રાશિમાં બિરાજમાન થશે. આ ત્રણેય ગ્રહો એક જ રાશિમાં આવવાથી ત્રિગ્રહી યોગ બને છે. ત્રિગહી યોગ ખૂબ જ ફળદાયી કહેવાય છે. આ ખાસ સંયોગ કેટલીક રાશિના લોકોનું નસીબ બદલી શકે છે. પૈસાથી ફાયદો થઈ શકે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW