HomeGujaratસોમવારે શેર માર્કેટમાં કડાકો, 200 પોઇન્ટ ડાઉન

સોમવારે શેર માર્કેટમાં કડાકો, 200 પોઇન્ટ ડાઉન

સોમવારે ભારતીય શેરબજાર ઘટાડા સાથે ખુલ્યા. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઈન્ડેક્સની શરૂઆત લાલ નિશાન સાથે થઈ. કેટલાક વિદેશી શેરબજારમાં પણ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે જ ભારતીય શેર બજારમાં ખુબ ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. સેન્સેક્સમાં 200 અંકથી વધુનો ઘટાડો જોવા મળ્યો. જ્યારે નિફ્ટી પણ 80 અંકથી વધુ તૂટ્યો. આ સાથે લગભગ તમામ ઈન્ડેક્સ ઘટાડા સાથે ખુલ્યા છે.

આવી અસર: જૂનમાં એફપીઆઈએ 50,203 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. માર્ચ 2022 બાદ આ સૌથી ઊંચું સ્તર છે. તે સમયે એફપીઆઈનો ઉપાડ 61,973 કરોડ રૂપિયા રહ્યો હતો. આ વર્ષે એફપીઆઈ ભારતીય શેરોમાંથી 2.21 લાખ કરોડ રૂપિયા કાઢી ચૂક્યા છે. આ અગાઉ 2008ના સમગ્ર વર્ષમાં તેમણે 61,973 કરોડ રૂપિયાનો ઉપાડ કર્યો હતો. એફપીઆઈની વેચાવલીના કારણે રૂપિયો પણ નબળો પડ્યો છે. હાલમાં રૂપિયો 79 રૂપિયા પ્રતિ ડોલરના સ્તરને પાર કરી ગયો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW