HomeNationalશિવ પાર્વતીનું નાટક કરવું આ કલાકારોને મોંઘું પડ્યું, પોલીસ પકડી ગઈ

શિવ પાર્વતીનું નાટક કરવું આ કલાકારોને મોંઘું પડ્યું, પોલીસ પકડી ગઈ

કેનેડાની ડોક્યુમેન્ટરી મેકર લીના મણિમેકલાઈએ પોતાની ફિલ્મના પોસ્ટરમાં કાલી માતાને સિગરેટ પીતાં દર્શાવતાં ભારે વિરોધ થયો છે અને તેની સામે પોલીસ કેસ પણ થયો છે. તે પછી આસામમાં એક અભિનેતા અને અભિનેત્રીએ શિવ-પાર્વતીના વેશમાં મોંઘવારી વિરોધી નાટક કરતાં તેમની સામે ફરિયાદને પગલે અટકાયત કરવામાં આવી હતી. જોકે, બાદમાં તેમનો જામીન પર છૂટકારો થયો હતો.

મુંબઈ: કેનેડાની ડોક્યુમેન્ટરી મેકર લીના મણિમેકલાઈએ પોતાની ફિલ્મના પોસ્ટરમાં કાલી માતાને સિગરેટ પીતાં દર્શાવતાં ભારે વિરોધ થયો છે અને તેની સામે પોલીસ કેસ પણ થયો છે. તે પછી આસામમાં એક અભિનેતા અને અભિનેત્રીએ શિવ-પાર્વતીના વેશમાં મોંઘવારી વિરોધી નાટક કરતાં તેમની સામે ફરિયાદને પગલે અટકાયત કરવામાં આવી હતી. જોકે, બાદમાં તેમનો જામીન પર છૂટકારો થયો હતો.

આસામની ઘટના: આસામના નાગાંવમાં સ્થાનિક કલાકાર યુગલે શિવ અને પાર્વતીનો વેશ ધારણ કર્યો હતો. તેમના નુક્કડ નાટકની સ્ક્રિપ્ટ એવી હતી કે બંને બાઈક પર નીકળ્યાં છે એ સમયે બાઈકમાં પેટ્રોલ ખાલી થઈ જાય છે. આથી પાર્વતીના વેશમાં રહેલી કલાકાર આ મુદ્દે ઉકળાટ ઠાલવે છે. બીજી તરફ શિવ બનેલો કલાકાર પણ તેને સામે કોઈ જવાબ આપે છે. પેટ્રોલના ભાવવધારા માટે આ ચણભણ શરુ થાય છે અને પછી તેમાં બીજી બધી વસ્તુઓની મોંઘવારી સહિતના મુદ્દા આવરી લેવામાં આવે છે.

આક્રોશ વ્યક્ત: આ નાટકના સમાચાર ફેલાતાં સ્થાનિક હિંદુવાદી સંગઠનોમાં આક્રોશ ફેલાયો હતો. તેમણે કહ્યું હતું કે કોઈને મોંઘવારી મુદ્દે જાહેરમાં દેખાવો કરવા હોય તો કરી શકે છે પરંતુ તે માટે આ રીતે દેવી દેવતાના વેશનો દુરુપયોગ થાય એ ખોટું છે. જોકે, સામે બ્રિનિચા બોરા નામના એક્ટર અને પાર્વતી બનેલી પરિસ્મિતા દાસ નામની એકટ્રેસએ એવી દલીલ કરી હતી કે તેઓ તો માત્ર મોંઘવારી મુદ્દે જનજાગૃતિ માટે એક ક્રિએટિવ પ્રયાસ જ કરી રહ્યા હતા. પરિસ્મિતાએ કહ્યું હતું કે મોંઘવારી મુદ્દે રેલી કે દેખાવો યોજવામાં બહુ માણસો જોઈએ અને ખર્ચ બહુ થાય તેથી તેમણે આ નાના પાયે પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે તેમની આ દલીલ સ્વીકારી ન હતી અને અટકાયતી કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,420SubscribersSubscribe

TRENDING NOW