HomeGujaratફિલ્મ શમશેરાનું ટિઝર લોન્ચ, જાણો શું કહ્યું રણબિરે!

ફિલ્મ શમશેરાનું ટિઝર લોન્ચ, જાણો શું કહ્યું રણબિરે!

શમશેરા’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે, હવે ટ્રેલરની રાહ જોવાઈ રહી છે. રણબીર કપૂર, વાણી કપૂર અને સંજય દત્ત સ્ટારર ફિલ્મની સ્ટોરી ફરી એકવાર ચર્ચામાં છે. લાંબી દાઢી, મૂછો સાથે રણબીરનો ઇન્ટેન્સ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કરણ મલ્હોત્રા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 22 જુલાઈએ રિલીઝ થવાની છે, પરંતુ ફિલ્મની વાર્તા વિશે સસ્પેન્સ અકબંધ છે. આવો જણાવીએ આ ફિલ્મની સ્ટોરી વિશે રણબીર કપૂરે શું કહ્યું.

અનોખી વાર્તા: એક્શન-એડવેન્ચર ફિલ્મ ‘શમશેરા’માં રણબીર કપૂરનો રફ લુક જોઈને માનવામાં આવે છે કે આ ફિલ્મ અભિનેતાને પડદા પર એક નવી રીતે રજૂ કરવા જઈ રહી છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કદાચ આ ફિલ્મ કોઈ સત્ય ઘટના પર આધારિત છે. એક ઈન્ટરવ્યુમાં રણબીરે તેની આગામી ફિલ્મ વિશે માહિતી આપી હતી.

શું કહ્યું રણબીરે: તેણે ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘શમશેરા કોઈ ડાકુની કહાની નથી પરંતુ 18મી સદીની કહાની છે, જેમાં ડાકુઓની આદિવાસી પ્રજાતિ પોતાના અધિકારો અને સ્વતંત્રતા માટે બ્રિટિશ સામ્રાજ્ય સાથે લડે છે. મેં જે પ્રકારની ફિલ્મો કરી છે તેના કરતાં આ એક અલગ પ્રકારની ફિલ્મ છે. આ કોઈ યુવાન છોકરાની લવસ્ટોરી નથી જે હું વારંવાર કરું છું, પરંતુ ફિલ્મમાં એક લવસ્ટોરી પણ જોવા મળશે. આ ફિલ્મમાં કોમેડી, એક્શન રોમાન્સ બધું જ છે. આ તમામ બાબતોને ફિલ્મમાં સામેલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,420SubscribersSubscribe

TRENDING NOW