શિવસેનાના વરિષ્ઠ નેતા તથા કેબીનેટમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વમાં 35 ધારાસભ્યો આજે વહેલી સવારે ‘સુરત’ પહોંચી ગયા છે અને અહીની એક ફાઈવસ્ટાર હોટેલમાં રોકાયા હોવાના અહેવાલ બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ આજે બપોરે પક્ષના ધારાસભ્યની એક તાકીદની બેઠક બોલાવી છે.
ક્રોસ વોટિંગ: વિધાન પરિષદની ચૂંટણીમાં ક્રોસ વોટીંગની મદદથી ભાજપે તેના કવોટાની ચાર ઉપરાંત એક વધુ બેઠક જીતી હતી અને તે બાદના મીડનાઈટ ડ્રામામાં શિવસેનામાં ભંગાણના સંકેત છે. ગઈકાલે શિવસેનાના બન્ને ઉમેદવારો વિધાન પરિષદમાં વિજેતા બન્યા પણ પક્ષના 56 મતો સામે બન્નેને 26-26 મતો મળતા શિવસનાએ પણ ક્રોસ વોટીંગ થયું હોવાના સંકેત છે અને અહી સિક્રેટ બેલેટથી મતદાન થયું હોવાથી હાલ સેના માટે પણ આંતરિક મુશ્કેલીના સંકેત છે.

રાજકીય ઉથલ પાથલ: શિવસેનાના 2, એનસીપીના બે અને કોંગ્રેસને એક બેઠક મળી છે અને ખાસ કરીને ભાજપના પ્રસાદ લાડની સામે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ચંદ્રકાંત હાંદૌરે પરાજીત થયા છે અને ખાસ કરીને કોંગ્રેસના ત્રણથીચાર ધારાસભ્યોએ ક્રોસ વોટીંગ કર્યુ હોવાના સંકેત છે. ફરી એક વખત એનસીપીના બે ઉમેદવારોને તેમના નિર્ધારિત કરતા વધુ મત 57 મળ્યા છે.

