મોરબી તાલુકાના બેલા આમરણ ગામમાં ગુરુવારે રખડતી ગાય છોડ ખાઈ જતા હોવાથી ગામના એક યુવાને તેને તગેડી હતી અને રખડતી ગાય જેમે તે છુટા મુકી દેતા હોવાનું બોલતા ત્યાં ઉભેલા બીજા લોકો હતા તેમની સાથે બોલાચાલી થઇ હતી જે બાદ બે જૂથ વચ્ચે મારામારી થઇ હતી બનાવમાં તાલુકા પોલીસ મથકમાં બન્ને પક્ષના 4-4 લોકો વિરુદ્ધ સામાસામી ફરિયાદ નોધવામાં આવી છે
પોલીસ મથકે નોધાયેલ ફરિયાદ મુજબ બેલા આમરણ ગામમાં રહેતા દેવાભાઇ લાખાભાઇ ખીટ બુધવારે હર્શીત નાનજીભાઈ અઘેરાની પૂનમ પાનના ગલ્લા પાસે રખડતી ગાય ઝાડ ખાતી હોય જેથી હર્ષીતે ‘‘ ભરવાડ લોકો પોતાની ગાયો રખડતી મુકી દેસે અને ઝાડવા મોટા કરી ઇ ખાય જાય છે‘‘ તેમ કહી ભરવાડ સમાજ વિષે જેમ તેમ બોલતો હોય જેથી ફરીયાદીએ આરોપીને વ્યક્તિ ગત રીતે બોલવા તેમજ આખા સમાજ વિષે જેમતેમ નહી બોલવા કહેતા હર્શીતભાઇ નાનજીભાઇ અઘેરા,નાનજીભાઇ હીરજીભાઇ અઘેરાએ દેવાભાઈને આમરણ ખાતે ઢીકાપાટુનો મુંઢ માર મારી ઇજા પહોચાડી હતી બાદ બપોરના આશરે અઢી વાગ્યા વખતે બેલા ગામે સમાધાન કરવા બાબતેઅ અન્ય બે આરોપીઓ સાથે આવી તેમના પરિવારના સભ્યો સાથે ભુંડાબોલી ગાળો આપતા મારામારી ઝપાઝપી થતા આરોપીએ ફરીયાદીને છરી વડે ડાબા હાથની હથેળીમા તેમજ યોગેશને ડાબા હાથના કોણીના ભાગે તેમજ રાજુને જમણા હાથમાં વચલી આંગળી ઉપર ઇજા કરી લાલજીભાઇને મોઢાના ભાગે ઇજા કરી જાનથી મારી નાંખવાની ધમકી હતી આ બનાવમાં પોલીસે હર્શીતભાઇ નાનજીભાઇ અઘેરા(૨) નાનજીભાઇ હીરજીભાઇ અઘેરા.(૩) કાળુભાઇ કરસનભાઇ પટેલ(૪) સુંદરજીભાઇ અઘેરા સામે ગુન્હો નોધાયો હતો.
સામે પક્ષે હર્ષિતભાઇ નાનજીભાઇ અઘેરાએ તેમની દુકાન પાસે વાવેલ ઝાડ રખડતી ગાય ખાતી હોય જેને તગડવા રસ્તે જતા માણસને હાકલ મારતા આરોપી દેવાભાઇ ખીંટને નહીં ગમતા તેણે નાનજીભાઇ સાથે ઝઘડો કરી નાનજીભાઇને માથાના ભાગે ઇંટથી સામાન્ય ઇજા કરી આરોપીઓ આરોપી દેવાભાઇ લાખાભાઇ ખીટ, લાલજીભાઇ દેવાભાઇ ખીંટ,રાજુભાઇ દેવાભાઇ ખીટ
યોગેશભાઇ દેવાભાઇ ખીંટે લોખંડના સળીયા વડે ડાબા હાથની હથેળીમાં તેમજ ડાબા ખભા પાસે ઘા મારી મુંઢ ઇજા કરી સમાધાન કરવા જતા આરોપીઓએ ગુન્હો કરવામાં એકબીજાને મદદગારીતેમને તેમજ તેમના પિતા અને પરિવારના સભ્યોને ગાળો દઇ ઢીકાપાટુનો માર મારી મુંઢ ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોધાવી

