એક નવી અને અવિકસિત જમીન પર બનાવવામાં આવેલ એરપોર્ટને ગ્રીનફીલ્ડ એરપોર્ટ કહેવામાં આવે છે. તેમાં ગ્રીનફીલ્ડ શબ્દનું કનેક્શન સોફ્ટવેર એન્જિનિયરિંગ સાથે છે. આવા એરપોર્ટને તે જમીન પર બનાવવામાં આવે છે. જેના પર પહેલાં કોઈ કામ કરવામાં આવ્યું ન હોય. તે સિવાય ગ્રીનફીલ્ડ એરપોર્ટનું નિર્માણ વર્તમાનમાં રહેલા એરપોર્ટ પર વધતી ભીડને નિયંત્રિત કરવા માટે કરવામાં આવી રહ્યું છે.

લીલી જમીન પર નથી બનતું: સામાન્ય રીતે તે શહેરથી વધારે દૂર હોય છે. અને તે શહેરમાં પહેલાંથી રહેલા એરપોર્ટના ટ્રાફિકને કંટ્રોલ કરવાનું કામ કરે છે. આ એક રીતે સેકંડરી એરપોર્ટ હોય છે. આ બંનેમાં સૌથી મોટો ફરક હોય છે. તેને તૈયાર કરતાં સમયે પર્યાવરણનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. આથી તેને ક્યારેય પણ લીલીછમ જમીન પર બનાવવામાં આવતું નથી.

મંજૂરી અનિવાર્ય: અલગ-અલગ સરકારી એજન્સીની પરમિશન લેવી પડે છે. કોઈપણ જગ્યાએ તૈયાર થનારા ગ્રીનફીલ્ડ એરપોર્ટ માપદંડોનું પાલન કરે છેકે નહીં તેના પર નજર રાખવાનું કામ સ્ટીયરિંગ કમિટી કરે છે. ગ્રીનફીલ્ડ એરપોર્ટના નિર્માણને રોકવા કે રદ કરવાનો અધિકાર પણ સ્ટીયરિંગ કમિટીની પાસે જ હોય છે. દેશમાં તૈયાર થનારા આવા એરપોર્ટનું નિર્માણ પીપીપી મોડલ એટલે કે પબ્લિક, પ્રાઈવેટ, પાર્ટનરશિપ દ્વારા થાય છે. આપણા દેશમાં કુલ 18 ગ્રીન ફિલ્ડ એર પોર્ટ છે.

