મોરબી જિલ્લામાં સુરક્ષા, સંગઠન અને સ્વાવલંબનના ઉદ્દેશ સાથે સીમા જાગરણ મંચ દ્વારા ‘સીમા સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દેશની સરહદોની સુરક્ષા, સીમાવર્તી વિસ્તારોના સર્વાંગી વિકાસ અને રાષ્ટ્રીય ચેતનાને મજબૂત બનાવવાનો છે.
આ કાર્યક્રમ તા.3 મે 2025ના રોજ, રવિવારે સાંજે 5:00 વાગ્યે શ્રી કાનસ્યામજી બાપુની જગ્યા, ટીંકુડા ખાતે યોજાશે. કાર્યક્રમમાં સરહદી વિસ્તારોમાં જન-જાગરણ, રાષ્ટ્રીય ચેતનાનું નિર્માણ અને સીમાવર્તી ગામોના સામાજિક-આર્થિક વિકાસ જેવા મુદ્દાઓ પર વિશેષ ચર્ચા કરવામાં આવશે.
આયોજકો દ્વારા તમામ નાગરિકોને કાર્યક્રમમાં ઉપસ્થિત રહી રાષ્ટ્રહિતના આ અભિયાનમાં જોડાવા આમંત્રણ પાઠવાયું છે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પ્રસાદ ગ્રહણની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે.

